બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:55 PM, 24 April 2025
કેવી રીતે ઘટનાને આપ્યો અંજામ
ADVERTISEMENT
જમ્મુ અને કાશ્મીર પહેલદામ હુમલાને લઇને હવે વધુ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.એવી માહિતી સામે આવી છે કે બે સપ્તાહ પહેલા મિત્રો સાથે ભારતમાં પ્રવેશયા હતા આતંકી.પાકિસ્તાની મૂળનો આતંકવાદી તેના મિત્રો સાથે ભારતમાં ઘુસ્યો હતો. આ માહિતી જમ્મુ અને કાશ્મીર પોલીસે આપી હતી. ત્રણેય લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હોવાનું સામે આવ્યું છે.જેમાંથી બે પાકિસ્તાનના છે. હાશિમ મુસા ઉર્ફે સુલેમાન, અલી ભાઈ ઉર્ફે તલ્હા ભાઈ અને આદિલ હુસૈન ઠોકર તરીકે થઈ છે.મુસા અને તલ્હા પાકિસ્તાની નાગરિક છે.પોલીસે ત્રણેય પર 20-20 લાખ રૂપિયાનું ઇનામ પણ રાખ્યું છે.જે કોઈ તેમના વિશે માહિતી આપશે તેને પોલીસ આ રકમ આપશે.
પ્રવાસન ઉદ્યોગ પર મોટી અસર
ADVERTISEMENT
આ હુમલા બાદ, મોટી સંખ્યામાં લોકોએ જમ્મુ અને કાશ્મીરના પોતાના પ્રવાસ રદ કર્યા છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ, બિહાર અને અન્ય પૂર્વી રાજ્યોના પ્રવાસીઓ આ હુમલા પછી ડરી ગયા છે અને તેમની યાત્રાઓ રદ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા, જેના કારણે જમ્મુ અને કાશ્મીર જતા લોકોમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જાયું છે. જમ્મુ અને કાશ્મીર જતા પ્રવાસીઓમાં પણ ડરનો માહોલ ફેલાયો છે.
વધુ વાંચો: VIDEO: ધડાધડ ગોળીઓનો વરસાદ, પહેલગામ હુમલાનો વધુ એક વીડિયો સામે આવ્યો
ભારતે પાકિસ્તાન સામે કરી મોટી કાર્યવાહી
પાકિસ્તાનની આ કાર્યવાહી પર ભારત સરકારે કડક નિર્ણયો લીધા છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી સીસીએસ બેઠકમાં, ભારતે સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી રોકી દેવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત, પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ બંધ કરી દેવામાં આવ્યું છે અને અટારી સરહદ પણ સીલ કરી દેવામાં આવી છે. પાકિસ્તાની રાજદ્વારીઓને પણ 48 કલાકની અંદર દેશ છોડીને જતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હુમલાથી આ ક્ષેત્રો પર થશે ભારે અસર!
આ હુમલો કાશ્મીરના તમામ ક્ષેત્રોને અસર કરી શકે છે. ખાસ કરીને પર્યટન પર વધુ અસર પડી શકે છે. ત્યાં હોટલ, કંપનીઓ ખોલવા અને ફળોનો વ્યવસાય કરવાનો ઇરાદો ધરાવતા રોકાણકારોનો વિશ્વાસ ડગમગી શકે છે. આનાથી વર્ષોની મહેનત પછી સ્થિર થયેલી કાશ્મીરની આર્થિક પ્રગતિ પાટા પરથી ઉતરી શકે છે. એટલું જ નહીં, કાશ્મીરના લોકોની આવક પર પણ ઊંડી અસર પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.