બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પહેલગામમાં આ 20 વર્ષના 'છોકરડાં'એ સૌથી વધુ કત્લેઆમ મચાવી, પછી 'પીર'માં અદ્રશ્ય, મોટો ઘટસ્ફોટ
Last Updated: 09:41 PM, 25 April 2025
પહેલગામ આતંકી હુમલામાં નવા નવા ફણગા ફૂટતાં જાય છે. હવે માસ્ટર માઈન્ડને લઈને મોટી જાણકારી સામે આવી છે. આ હુમલાનો માસ્ટર માઈન્ડ અનંતનાગનો 20 વર્ષનો યુવાન આદિલ થોકર છે જે અનંતનાગમાં રહેતા વલી મોહમ્મદ થોકરનો પુત્ર છે જેણે પાકિસ્તાનમાં લશ્કર-એ-તોઇબાના કમાન્ડરો સૈફુલ્લાહ કસુરી અને અબુ મુસા સાથે મળીને પહેલગામ હુમલાની યોજના બનાવી હતી.
ADVERTISEMENT
હુમલા બાદ આદિલ પીર પંજાલની પહાડીઓમા છૂમંતર
હુમલા બાદ આદિલ તેના સાથીઓ સાથે પીર પંજાલની પહાડીઓમાં ગાયબ થઈ ગયો હતો અને હાલમાં તેની શોધખોળ માટે મોટું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
2018માં પાકિસ્તાન ગયો
સૂત્રોના જણાવ્યા મુજબ આદિલ 2018માં માન્ય મુસાફરી દસ્તાવેજ (VTD) પર પાકિસ્તાન ગયો હતો અને ત્યારબાદ ગાયબ થઈ ગયો હતો અને પછીથી એવા સમાચાર આવ્યાં હતા કે તે પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ LeTમાં જોડાઈ ગયો છે. 2024ના મધ્યમાં, તે ફરીથી રાજૌરી પૂંછ વિસ્તારમાં અને આ વર્ષની શરૂઆતમાં ઘૂસણખોર આતંકવાદીઓ સાથે જોવા મળ્યો હતો.
તાજેતરમાં બૈસરન ખીણમાં એક્ટિવ
ઈનપુટ્સ સૂચવે છે કે આદિલ તાજેતરમાં પહેલગામના બૈસરન ખીણ વિસ્તારમાં સક્રિય હતો, બૈસરન ખીણમાં જ પ્રવાસીઓ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. લગભગ ચાર-પાંચ આતંકવાદીઓ અને આદિલ સહિત બે સ્થાનિક આતંકવાદીઓએ યુએસ-નિર્મિત M-4 રાઇફલ અને AK 47/56 નો ઉપયોગ કરીને પહેલગામ પર ભયાનક હુમલો કર્યો હતો.
આદિલે સૌથી વધુ ગોળીઓ છોડી
હુમલાને નજર જોનાર લોકોએ એવું કહ્યું કે ટ્રિગર દબાવનાર આતંકવાદી આદિલ જ હતો જે પછી તેઓ બધા પીર પંજાલના ગાઢ પાઈન જંગલોમાં ગાયબ થઈ ગયા, ચાર આતંકીઓ આર્મીના યુનિફોર્મમાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.