બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / સુરતના સમાચાર / વડોદરાના સમાચાર / ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓનું હવે આવી બન્યું! સુરત, વડોદરા સહિતના શહેરોમાં મેગા કોમ્બિંગ પૂરજોશમાં
Last Updated: 11:05 AM, 28 April 2025
પહેલગામ આતંકી હુમલાબાદ ગેરકાયદે વસવાટ કરી રહેલા બાંગ્લાદેશીઓને શોધી-શોધીને તેમના ડોક્યુમેન્ટ્સ ચકાસવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા બે દિવસથી મોટી સંખ્યામાં આવા બાંગ્લાદેશીઓની અટકાયત થઇ રહી છે.
ADVERTISEMENT
વડોદરા
આજે વડોદરામાં કુલ 26 જેટલા શંકાસ્પદ બંગાળીની અટકાયત કરાઇ હતી તેમની પાસે પશ્ચિમ બંગાળનું આધારકાર્ડ હતું અને તેઓ બાંગ્લાદેશી ભાષામાં વાતચીત કરતા હતા. સાથેજ સોની બજારમાં કામ કરતા 4 હજારથી વધુ બંગાળી કારીગરોનું વેરિફિકેશન કરાયું હતું. તપાસ દરમ્યાન 8 બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહેતા હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
સુરત
સુરતની વાત કરીએ તો સુરત પોલીસે 49 બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. પોલીસે વરાછા, સારોલી, પૂણામાંથી શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા બાંગ્લાદેશીઓના દસ્તાવેજોની તપાસ શરૂ કરાઇ છે, તેમના મોબાઇલનું પણ ચેકિંગ થશે.
આ પણ વાંચોઃ બોર્ડની પરીક્ષાને લઇને મહત્વની જાહેરાત, જાણો ક્યારે પ્રસિદ્ધ કરાશે ધો. 10-12નું પરિણામ
ભાવનગર
ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં 1500 જેટલા શંકાસ્પદોનું સ્ક્રિનિંગ હાથ ધરાયું હતું. તેમના આધારકાર્ડ અને વોટર આઇડી સહિતના ડોક્યુમેન્ટ્સની તપાસ થઇ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.