Pagalpanti Fans and Social Media negative Reaction
રિવ્યૂ /
પાગલપંતી ફિલ્મ જોતાં પહેલાં આ વાંચી લેજો, જોઈને લોકો થિયેટર છોડી ભાગે છે
Team VTV11:48 AM, 22 Nov 19
| Updated: 05:15 PM, 22 Nov 19
જ્હૉન અબ્રાહમની મલ્ટીસ્ટારર ફિલ્મ 'પાગલપંતી' આજે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં ભરપૂર મસ્તી અને કોમેડી છે અને ફેન્સ આ ફિલ્મને લઈને ઘણાં જ ઉત્સાહિત પણ હતા. જોકે, હવે લોકોને આ ફિલ્મ પસંદ આવી નથી રહી અને મોટાભાગના લોકો ફિલ્મ સાવ બોરિંગ હોવાનું કહી રહ્યાં છે.
ફિલ્મ 'પાગલપંતી'એ લોકોને પાગલ બનાવ્યા
ફેન્સ થિયેટરમાંથી અધવચ્ચે ફિલ્મ છોડી નીકળ્યા બહાર
ફિલ્મમાં જ્હૉનની એક્ટિંગના થઈ રહ્યાં છે વખાણ
ફેન્સનું કહેવું છે કે ફિલ્મમાં એટલી સારી કોમેડી નથી અને સાથે જ ફિલ્મની કહાની પણ બેકાર છે. જ્યારે, ફિલ્મની સ્ટારકાસ્ટ ખાસ કરીને જ્હૉન અબ્રાહમની પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મમાં જ્હૉનની સાથે અનિલ કપૂર, અરશદ વારસી, પુલકિત સમ્રાટ અને સૌરભ શુક્લા પણ છે. આ સિવાય ફિલ્મની લીડિંગ એક્ટ્રેસિસમાં કૃતિ ખરબંદા, ઉર્વશી રાઉતેલા અને ઈલિયાના ડીક્રૂઝ એકદમ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.
ફિલ્મની કહાની બોરિંગ હોવાને કારણે કેટલાક ફેન્સ તો ફિલ્મના અધવચ્ચે જ થિયેટર છોડીને જતાં રહ્યા અને કેટલાક ફેન્સનું કહેવું છે કે એકવાર ફિલ્મ જોઈ શકાય. આ રહ્યાં ફેન્સના રિએક્શન.
GOD BLESS those who are going to watch #Pagalpanti tomorrow. My sympathies! Always knew there are BAD, WORST & EPIC TRASH films, but this one is another category altogether.
I have left the theatre now and this is just after 10mins. ZERO TOLERANCE FOR TORTURE #PaagalpantiReview