બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / PAAS will be active again with its pending demands

મોટું નિવેદન / હાર્દિક પટેલને લઇ વિરમગામમાં નવાજૂનીના એંધાણ! PAAS નેતાની ખુલ્લી ચિમકીથી ગુજરાતમાં વિવાદ વકર્યો

Malay

Last Updated: 02:34 PM, 29 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) સંગઠનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. PASSના સભ્ય નિલેશ એરવાડિયાએ કહ્યું કે, PAASની નવી ટીમની રચના કરવામાં આવશે, અમારી નવી સમિતિ નવી સરકાર સાથે વાતચીત કરશે.

 

  • પોતાની પડતર માગોને લઈ PAAS ફરી થશે સક્રિય
  • PAASની નવી ટીમની કરવામાં આવશે રચના
  • ફરી સક્રિય થવા મુદ્દે બોલ્યા PASSના સભ્ય નિલેશ એરવાડિયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે. આ વખતે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહિતના નેતાઓ આંદોલન છોડી રાજકારણમાં આવી ગયા છે, ત્યારે પાટીદારોના આ સંગઠનના પાછલી હરોળના કાર્યકરોએ ફરીથી તેને સક્રિય કર્યું છે. આ અંગે  PASSના સભ્ય નિલેશ એરવાડિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. 

ભાજપ સિવાયના પક્ષોને અમારું સમર્થનઃ નિલેશ એરવાડિયા
તેઓએ જણાવ્યું કે,  અમે ભાજપ સિવાય તમામ પક્ષોને અમારો ટેકો જાહેર કરીએ છીએ, જેઓ ચૂંટણી લડી રહ્યા છે તેઓ હવે પાસમાં નથી. અમે એવા લોકો ભેગાં થયા છીએ જેઓ રાજનીતિમાં નથી પરંતુ સમાજકારણમાં ચોક્કસ છીએ. હવે PASSમાં કોઈ નવો ચહેરો નહીં હોય.

પોતાની પડતર માગોને લઈ PAAS ફરી થશે સક્રિય
નિલેશ એરવાડિયાએ કહ્યું કે,  અમે હવે નવેસરથી અમારું સંગઠનનું માળખું બનાવીને તેને સક્રિય કરીશું. PAASની નવી ટીમની રચના કરવામાં આવશે. અમારી નવી સમિતિ નવી સરકાર સાથે વાતચીત કરશે. નવી સરકાર માંગો નહીં સ્વીકારે તો ફરી આંદોલન થશે. OBCમાં સમાવવાની અમારી મુખ્ય માગ છે. 
આ ઉપરાંત આંદોલન સમયના કેસો પરત ખેંચવા અને મૃતકના પરિવારને નોકરી આપવી એ અમારી માંગ છે. 

PASS હાર્દિક પટેલનો કરશે વિરોધ
હાર્દિક પટેલ પર પ્રહાર કરતા તેઓએ કહ્યું કે, હાર્દિક પટેલે OBCની મુખ્ય માગ અવગણી સમાજને ગુમરાહ કર્યો છે. હાર્દિક પટેલ સમાજને ગુમરાહ કરી ભાજપમાં જોડાયો છે. અમે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે, હાર્દિક મોજ કરી રહ્યો છે. હાર્દિકે કરોડોની સંપત્તિ બનાવી લીધી છે.  EWS હાર્દિકે નહીં પણ લાખો યુવાનોના લીધે મળ્યું છે. આગામી સમયમાં PAASના કાર્યકર્તાઓ વિરમગામ જઈ હાર્દિકનો વિરોધ કરશે. ભાજપ સિવાયની પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડતા PAASના તમામ સભ્યોને અમારું સમર્થન છે. ભાજપે પાટીદાર સમાજ સાથે અન્યાય કર્યો હોવાથી અમે તેનું સમર્થન કરતા નથી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ