બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:49 PM, 11 August 2024
OYO IPO plan: ઓયોની પેરેન્ટ કંપની ઓરેવલ સ્ટેજ લિમિટેડએ તાજેતરના ફંડિંગ રાઉન્ડમાં રોકાણકારો પાસેથી રૂપિયા 1457 કરોડ એકત્ર કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઓયોની કુલ બજાર કિંમત 2.4 અબજ ડોલરની બરાબર થઈ ગઈ છે.
ADVERTISEMENT
હોટેલ બિઝનેસ સ્ટાર્ટઅપ Oyo ટૂંક સમયમાં IPO એટલે કે પ્રારંભિક જાહેર ઓફર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ દૃષ્ટિએ ઓયોની પેરેન્ટ કંપની ઓરેવલ સ્ટેજ લિમિટેડે ફંડિંગના તાજેતરના રાઉન્ડમાં રોકાણકારો પાસેથી રૂ. 1457 કરોડ એકત્ર કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઓયોની કુલ માર્કેટ વેલ્યું 2.4 અબજ ડોલરની બરાબર થઈ ગઈ છે.
ADVERTISEMENT
આ રીતે ઓયો યુનિકોર્ન કંપનીની શ્રેણીમાં આવી ગઈ છે. એક બિલિયન ડોલરથી વધુના મૂલ્યાંકન સાથેના સ્ટાર્ટઅપ્સને યુનિકોર્ન કહેવામાં આવે છે. કંપનીએ ફંડ એકત્રીકરણના તાજેતરના 'સિરીઝ જી' રાઉન્ડમાં આશરે રૂ. 1040 કરોડ એકત્ર કર્યા છે. અગાઉ આ તબક્કામાં, કંપનીએ રૂ. 416.85 કરોડ એકત્ર કર્યા હતા, જે પછી આ તબક્કો પૂર્ણ થયો છે.
એજન્સીના જણાવ્યા અનુસાર 8 ઓગસ્ટે યોજાયેલી EGMમાં 99.99 ટકા શેરધારકોએ વધારાની ઇક્વિટી જારી કરવાની મંજૂરી આપી હતી. સૂત્રોનું કહેવું છે કે આ રકમનો ઉપયોગ Oyoની વિસ્તરણ યોજનાઓમાં કરવામાં આવશે.
વિશ્વના 80 દેશોમાં વેપાર
OYOની શરૂઆત વર્ષ 2013માં કરવામાં આવી હતી. તેના સ્થાપકનું નામ રિતેશ અગ્રવાલ છે. વર્ષ 2013માં રિતેશને થિએલ ફેલોશિપ માટે પસંદ કરવામાં આવ્યો હતો, જેમાંથી તેને લગભગ 75 લાખ રૂપિયા મળ્યા હતા. આ પૈસાથી તેણે OYO રૂમ્સ શરૂ કર્યા. રિતેશ અગ્રવાલ સૌથી યુવા અબજપતિઓની યાદીમાં સામેલ છે. રિતેશનો બિઝનેસ દુનિયાના 80 દેશોના લગભગ 800 શહેરોમાં ફેલાયેલો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT