બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / OYO CEO ritesh agrawal father ramesh agrawal died

હરિયાણા / OYOના સ્થાપક રિતેશ અગ્રવાલના પિતાનું 20માં માળેથી નીચે પડતા મોત, કારણ હજુ અકબંધ

Vaidehi

Last Updated: 06:20 PM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OYOનાં CEO રિતેશ અગ્રવાલનાં પિતાનું નિધન થયું છે. પિતા 20માં માળથી પડી જતાં મૃત્યુ પામ્યાં છે. એ સમયે રિતેશ અગ્રવાલ, પત્ની અને માતા તમામ ઘરમાં જ હાજર હતાં.

  • OYOનાં CEO રિતેશ અગ્રવાલનાં પિતાનું નિધન
  • બિલ્ડીંગનાં 20માં માળથી પડ્યાં હોવાને લીધે મોત
  • રિતેશ અગ્રવાલે આપ્યું નિવેદન

ઓયોનાં ફાઉન્ડર રિતેશ અગ્રવાલનાં પિતા રમેશ અગ્રવાલનું શુક્રવારે નિધન થયું છે. માહિતી અનુસાર ગુડગાંવમાં એક ઊંચી બિલ્ડીંગથી પડવાને લીધે મોત થયું છે. ઓયોનાં પ્રવક્તાએ રિતેશ અગ્રવાલનાં પિતાના નિધન અંગે પુષ્ટિ કરી છે. સાથે જ રિતેશ અગ્રવાલે પણ એક નિવેદન જાહેર કર્યું છે જેમાં તેમણે કહ્યું છે કે તેમના પિતાનું નિધન થયું છે.

20માં ફ્લોરથી પડવાથી થયું મોત
DCP ઈસ્ટ ગુરુગ્રામ અનુસાર ઘટનાની જાણકારી લગભગ 1 વાગ્યે મળી હતી. પોલીસની ટીમ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે માહિતી મળી કે રમેશ અગ્રવાલની મોત 20માં માળથી પડી જવાને લીધે થયું છે. તે DLF ક્રિસ્ટા સોસાયટીમાં રહેતાં હતાં. તે પોતાની બાલ્કનીથી પડી જતાં મૃત્યુ પામ્યાં છે. 

લગ્નનાં 3 દિવસ બાદ દુ:ખદ વાતાવરણ
પોલીસે જણાવ્યાં અનુસાર આ ઘટના સમયે પુત્ર રિતેશ અગ્રવાલ, વહૂ અને તેમની પત્ની પણ ઘરમાં જ હાજર હતાં. 7 માર્ચનાં રોજ રિતેશ અગ્રવાલે ગીતાંશા સૂદની સાથે લગ્ન કર્યાં હતાં અને 3 દિવસ બાદ જ આ દુ:ખદ ઘટના બની છે.

રિતેશ અગ્રવાલે આપ્યું નિવેદન
રિતેશ અગ્રવાલે કહ્યું કે 'ભારી મનથી હું અને મારો પરિવાર એ જણાવવા ઈચ્છીએ છીએ કે અમારા માર્ગદર્શક અને શક્તિ, મારા પિતા રમેશ અગ્રવાલનું 10 માર્ચનાં રોજ નિધન થયું છે. તેમણે પોતાનું સમગ્ર જીવન જીવ્યું અને દરેક દિવસ મને અને અમારામાંથી અનેક લોકોને પ્રેરિત કર્યું છે. તેમનું મૃત્યુ અમારા પરિવાર માટે એક મોટી ક્ષતિ છે. તેમના શબ્દો અમારા દિલોમાં ઊંડે સુધી ગૂંજશે. અમે સૌને વિનંતી કરીએ છીએ કે આ દુખની ઘડીમાં અમારી પ્રાઈવસીનો સમ્માન કરશો.'

સંકળાયેલા મુદ્દાઓ

Death Father OYO Ritesh Agarwal ઓયો પિતા મૃત્યુ રિતેશ અગ્રવાલ hariyana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ