બ્રેકિંગ ન્યુઝ
Dharmishtha
Last Updated: 10:02 AM, 7 April 2021
ADVERTISEMENT
વાયરસની રસીના ટ્રાયલ રોકી દેવામાં આવ્યા
ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ મંગળવારે કહ્યુ છે કે બાળકો માટે એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસિત કોરોના વાયરસની રસીના ટ્રાયલ રોકી દેવામાં આવ્યા છે. મનાઈ રહ્યું છે કે આ ટ્રાયલ તે સમાચારો બાદ રોકવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવી રહ્યું હતુ કે આ રસીકરણના કારણે વયસ્કોમાં લોહીનો જથ્થો જામી રહ્યો છે.
ADVERTISEMENT
રસી ટ્રાયલમાં પૂર રીતે સુરક્ષિત નથી
યૂનિવર્સિટીએ એક નિવેદનમાં કહ્યું કે ટ્રાયલમાં પૂર રીતે સુરક્ષિત નથી. લોહીના થક્કા બનવાની આશંકાને ધ્યાનમાં રાખતા અધ્યયન શરુ કરતા પહેલા તે બ્રિટનમાં મેડિસિન અને હેલ્થકેર ઉત્પાદોના નિયામક (MHRA) પાસેથી વધારે ડેટાની રાહ જોવાઈ રહી છે.
ટ્રાયલ માટે શેડ્યુલ ટાઈમ પર આવતા રહ્યા માતા પિતા અને બાળકોનિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માતા પિતા અને બાળકો ટ્રાયલ માટે સેડ્યુલ ટાઈમ પર આવતા રહ્યા છે. જો કોઈ સવાલ હોય તો તે ટ્રાયલ સાઈટ્સ પર પુછી શકે છે. MHRA તે સંસ્થાઓમાંથી એક છે જે એસ્ટ્રાજેનેકાના આંકડા પર વિશ્લેષણ કરે છે. દુનિયાની અનેક સ્વાસ્થ્ય એજન્સીઓનું ધ્યાન હાલમાં આ વાત પર છે શું એસ્ટ્રાજેનેકાના ડોઝથી લોહીના થક્કા બની રહ્યા છે? ઉલ્લેખનીય છે કે શ
એજન્સી બુધવારે મોડી રાતે નિર્ણય લઈ શકે છે
સમાચાર એજન્સી એએફપી અનુસાર MHRAએ ગત અઠવાડિયમાં જણાવ્યું કે બ્રિટનમાં લગાવવામાં આવેલી કુલ 180 લાખ રસીના ડોઝમાં 30 મામલામાં લોહીનો જથ્થો બન્યો છે. જેમાં 7 ઘણા ઘાતક હતા. યુરોપિયન મેડિસિન એજન્સીએ મંગળવારે કહ્યું કે હજું સુધી કોઈ નિષ્કર્ણ પર નથી પહોંચ્યા અને સમીક્ષા હજુ ચાલુ છે. યુરોપીય સંઘના સ્વાસ્થ્ય આયુક્ત સ્ટેલાએ કહ્યુ કે એજન્સી બુધવારે મોડી રાતે નિર્ણય લઈ શકે છે. તેમને કહ્યું કે તે એએમએની સાથએ સંપર્કમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.