સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ શનિવારે કહ્યું કે જલ્દી કોવિશીલ્ડનો ઈમરજન્સીમાં ઉપયોગ શરૂ કરી શકાશે. તેઓએ તે માટેની અરજી કરવાનું વિચાર્યું છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દેશની રસી બનાવનારી પ્રમુખ કંપની છે. પીએમ મોદીએ શનિવારે અહીંની મુલાકાત લીધી હતી અને સાથે જ પીએમએ ચર્ચાની સાથે અનેક સુવિધાઓની જાણકારી પણ મેળવી હતી.
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કરી અરજી
જલ્દી કોવિશીલ્ડનો ઈમરજન્સીમાં ઉપયોગ શરૂ કરી શકાશે
પીએમ મોદીએ શનિવારે લીધી હતી કંપનીની મુલાકાત
સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓએ કહ્યું કે વેક્સીનના ઉત્પાદન પર પીએમ મોદીને જાણ છે. અમે હેરાન હતા કે તેમને આ અંગે આટલી જાણકારી પહેલેથી છે. અનેક વેક્સીન અને તેની ચેલેન્જ માટે તેઓએ ચર્ચા કરી હોવાથી અમારે વધારે કંઈ કહેવાની જરૂર રહી નહીં. વેક્સીનના વિતરણને લઈને કહ્યું કે વેક્સીન શરૂઆતમાં ભારતમાં આવશે પછી આપણે COVAX દેશોને જોઈશું જે મુખ્ય રીતે આફ્રિકામાં છે. એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડ દ્વારા યૂકે અને યૂરોપીય બજારોનું ધ્યાન રખાશે. અમારી પ્રાથમિકતા ભારત અને COVAX દેશ છે.
ટીમ સાથે પીએમ મોદીએ કરી વાત
કંપની દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે પીએમ મોદીએ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની શનિવારે મુલાકાત લીધી હતી અને અહીંની ટીમ સાથે વાત કરી હતી. તેઓએ પીએમ મોદીને વેક્સીનની બનાવટમાં ઝડપ લાવવાથી લઈને અત્યાર સુધીની પ્રગતિની જાણકારી પણ આપી હતી. કંપનીના સીઈઓએ કહ્યું કે દુનિયામાં સૌથી મોટા પાયે અને સસ્તી કિંમતે વેક્સીન મેળવવા માટે દરેક દેશ ભારત પર નિર્ભર છે. કેમકે તેઓ જાણે છે કે 50-6- ટકા વેક્સીન ભારતમાં બની રહી છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાની વેક્સીનના વિકાસની સમીક્ષા માટે 3 દેશોની યાત્રાના અંતિમ ચરણમાં પીએમ મોદી શનિવારે પુના પહોંચ્યા હતા. હૈદરાબાદથી પુના પહોંચ્યા બાદ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની મુલાકતા લીધી હતી.