Owaisi's statement after the Hyderabad results, "We will start this work from tomorrow ...
ચૂંટણી /
હૈદરાબાદના પરિણામો પછી ઓવૈસીનું નિવેદન,"આવતી કાલથી જ શરૂ કરીશું આ કામ...
Team VTV12:53 AM, 05 Dec 20
| Updated: 12:55 AM, 05 Dec 20
હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 44 બેઠકો પર જીત મેળવ્યા બાદ AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શુક્રવારે કહ્યું હતું કે, મેં તમામ નવા ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે વાત કરી છે અને તેઓને આવતીકાલથી પોતાનું કાર્ય શરૂ કરવા જણાવ્યું છે.
ઓવૈસીએ કરી પ્રેસ કૉંફરેન્સ
ભાજપની જીતને એક સમયની જ જીત ગણાવી
ગૃહ મંત્રી અમિત શાહ અને CM યોગી પર સાધ્યું નિશાન
ઓવૈસીએ વધુમાં કહ્યું કે અમે ભાજપ સામે લોકતાંત્રિક રીતે લડીશું. અમને વિશ્વાસ છે કે તેલંગાણાની જનતા ભાજપ ને રાજ્યમાં તેનો વિસ્તાર કરવાથી અટકાવશે. ગૃહમંત્રી અમિત શાહ અને UP CM ઓગી આદિત્યનાથ પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે તેઓ જ્યાં જ્યાં ગયા, ત્યાં ભાજપ હાર્યું છે, તેમણે સર્જિકલ સ્ટ્રાઈક શબ્દ પ્રયોગ કર્યો અને તેમના પર જ સ્ટ્રાઈક થઈ ગઈ."
We will fight the BJP in a democratic way. We are confident that people of Telangana will stop BJP from expanding its footprints in the state: AIMIM President Asaduddin Owaisi in Hyderabad https://t.co/ENu2UZ0UaBpic.twitter.com/0I112H0A4V
આ સિવાય વધુમાં તેમણે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે ઓવૈસીએ વધુમાં કહ્યું કે, ભાજપ ની સફળતા એક સમયની સફળતા છે. તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ને આ સફળતા નહીં મળે. તેમણે કહ્યું કે અમે આ ચૂંટણીમાં સખત મહેનત કરી હતી અને હૈદરાબાદના લોકોએ આપેલ નિર્ણય અમને સ્વીકાર્ય છે. નિગમની ચૂંટણી છે માટે થોડું ઉપર નીચે તો થાય. ઓવૈસીએ હૈદરાબાદના લોકો અને પાર્ટીના કાર્યકરોનો પણ આભાર માન્યો.
પરિણામોથી ખુશ નડ્ડાએ સાધ્યું નિશાન
ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું હતું કે, "ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ માટે ઐતિહાસિક પરિણામ પીએમ મોદી પ્રત્યે લોકોનું સમર્થન દર્શાવે છે. હૈદરાબાદના લોકોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેલંગાણા વિધાનસભાની ચૂંટણીઓ (2023) ના પરિણામો શું આવશે. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે તેલંગાણાની જનતાએ ભ્રષ્ટ KCR સરકારને અલવિદા આપવાનું નક્કી કર્યું છે."
#WATCH | जब चुनाव चल रहे थे तो मुझे उलाहना दी गई थी कि गली के चुनाव में भाजपा का राष्ट्रीय अध्यक्ष आया है और उस समय भी हमने कहा था कि ये एक तरीके से हैदराबाद की जनता का निरादर है: भाजपा राष्ट्रीय अध्यक्ष जे.पी. नड्डा #GHMCResultspic.twitter.com/8Gu9VNJMjt
ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું કે "ચૂંટણી ચાલી રહી હતી ત્યારે મને કહેવામાં આવ્યું કે શેરીની ચૂંટણીમાં ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ આવ્યા છે અને તે સમયે અમે પણ કહ્યું હતું કે આ હૈદરાબાદની જનતાનું અપમાન છે."
ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં TRS ને 56 બેઠકો મળી હતી. ભાજપ 48 બેઠકો સાથે બીજા નંબરની પાર્ટી બની હતી. જ્યારે કે ઓવૈસીની પાર્ટી AIMIM એ 44 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ બે બેઠકો સાથે ચોથા સ્થાને રહી હતી.