અસાદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડીયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીનનું ટ્વિટર એકાઉન્ટ રવિવારે હેક થયું હતું અને તેમાં એલન મસ્કનો ફોટો મૂકી દેવાયો હતો.
ઓવૈસીની પાર્ટી AIMIM નું ટ્વિટર એકાઉન્ટ થયું હેક
દુનિયાના બીજા મોટા અમીર એલન મસ્કની લગાડાઈ તસવીર
ટ્વિટરને ફરિયાદ કરાઈ, ખાસ્સા સમય બાદ ફરી વાર સક્રિય થયું
હેકર્સે પાર્ટીના નામની જગ્યાએ એલન મસ્કનું નામ લખી દીધું હતું. એટલું જ નહીં પરંતુ ટ્વિટર ડીપી પર એલન મસ્કનો ફોટો પણ લગાડાયો હતો. એલન મસ્ક દુનિયાના બીજા સૌથી મોટી અમીર શખ્સ છે. તેઓ સ્પેક્સએક્સ અને ટેસ્લા જેવી કંપનીઓના માલિક છે.
AIMIM ના યુપી ચીફનું ટ્વિટર એકાઉન્ટ પણ પ્રતિબંધ
આ દરમિયાન રવિવારે AIMIM ના યુપી ચીફનું ટ્વિટર એકાઉન્ટ પણ પ્રતિબંધ કરી દેવામાં હતું. જોકે તેને અસ્થાયી રીતે પ્રતિબંધ કરાયું હતું. પાછળથી તેને ખોલી દેવાયું હતું. કોઈ અજાણ્યા શખ્સોનું આ કૃત્ય હોવાનું જણાઈ રહ્યું છે. પાર્ટીએ ટ્વિટરને આ અંગેની ફરિયાદ પણ કરી હતી.
ફેરફાર ન થયો, ટ્વિટર પાસે ફરિયાદ
તેને બદલવાની કોશિશ કરવામાં આવી પરંતુ ખબર પડી કે એકાઉન્ટ હેક થઈ ચૂક્યું છે અને તેમાં ફેરફાર થઈ શકાતો નહોતો. પાર્ટી વતી ટ્વિટરને એકાઉન્ટ હેક કરવાની માહિતી અપાઈ હતી. એલન મસ્ક દુનિયાના સૌથી અમીરોની યાદીમાં બીજા નંબરે આવે છે. તેઓ સ્પેક્સએક્સ અને ટેસ્લા જેવી કંપનીઓના માલિક છે.
અસાદુદ્દીન ઓવૈસી યુપીમાં 100 બેઠકો પર પાર્ટી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે
અસાદુદ્દીન ઓવૈસીની આ જાહેરાતથી સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી તથા કોંગ્રેસની ચિંતા વધી શકે છે. ઓવૈસીએ રવિવારે જણાવ્યું કે તેમની પાર્ટી યુપીમાં આમ પ્રકાશ રાજભરની આગેવાનીમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી તથા બીજા કેટલાક નાના પક્ષોની ભાગીદારીમાં ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે પાર્ટી 100 બેઠકો પર ઉમેદવારો ઉતારશે.