ધાર્મિક ભાવના ભડકાવવાનો પ્રયાસ કરી ઓવૈસી ફરી વિવાદમાં, કહ્યું- BJP મુસ્લિમ મુક્ત.....

By : vishal 09:33 PM, 08 November 2018 | Updated : 09:33 PM, 08 November 2018
હૈદરાબાદથી આવતા ફાયરબ્રાન્ડ નેતા અસદુદ્દીન ઓવૈસીનું વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. હૈદરાબાદમાં એક ચૂંટણી સભાને સંબોધતા ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર તો આકરા પ્રહાર કર્યા પણ સાથે એ પણ કહ્યું અમિત શાહ કોંગ્રેસ મુક્ત ભારત નહીં, મુસ્લિમ મુક્ત ભારત ઇચ્છે છે. 

અસદ્દુદ્દીન ઓવૈસીના આ નિવેદન બાદ રાજકારણમાં પણ આરોપ પ્રત્યારોપની શરૂઆત થઇ ગઇ. સૌથી પહેલા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા મીડિયા સામે આવ્યા અને ઓવૈસીને કોંગ્રેસના વ્યક્તિ ગણાવી દિધા. તો કોંગ્રેસ નેતા શકિલ અહેમદે પણ ભાજપની જેમ જ અમિત શાહ અને ઓવૈસીની વિચારધારાને એક તાંતણે બાંધી દિધી. 

જોકે મુસ્લિમ આગેવાનોએ આ તમામ વિવાદને રાજકારણથી પ્રેરિત ગણાવ્યો અને કહ્યું કે નેંતાઓને દેશના વિકાસ અંગે ધ્યાન આપવું જોઇએ. વાત એમ છે કે ઓવૈસીનો રાજકીય પક્ષ ઓલ ઇન્ડિયા મજલીસે ઇત્તેહાદુલ મુસ્લેમીન એટલે કે AIMIM 1927માં થઇ હતી.

પરંતુ 90 વર્ષ જૂનો રાજકીય પક્ષ હોવા છતાં આઝાદીના 70 વર્ષ બાદ પણ તેની રાજકીય પકડ હૈદરાબાદ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારથી આગળ વધી નથી. 2014માં લોકસભાની 545 બેઠકોમાંથી 1 જ બેઠક AIMIMને મળી હતી.

એટલે કે, ઓવૌસી પોતે જીત્યા. જ્યારે તેલંગાણા AIMIMના ધારાસભ્યોની સંખ્યા સાત અને મહારાષ્ટ્રમાં માત્ર બે છે. હવે તેલંગાણામાં 7 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી આવશે. ત્યારે કોમી વિખવાદ પેદા કરીને વોટ મેળવવાની રણનીતિ ઓવૈસીએ અપનાવી છે તેમ કહીએ તો પણ ખોટુ નથી.Recent Story

Popular Story