બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ ગૌતમ પટેલે ગયા મહિને કોર્ટરૂમમાં ભીડ અંગે નોટિસ જાહેર કરી હતી અને દરેકને સલામતીના નિયમોનું પાલન કરવાનું કહ્યું હતું.
કોર્ટરૂમમાં ભીડભાડ જોઈને હાઇકોર્ટ જજ ભડક્યા
મુંબઈ હાઇકોર્ટમાં બની આ ઘટના, જજે સુનાવણી કરવાની ના પાડી દીધી
આની પહેલા કોર્ટરૂમમાં કોરોના નિયમો અંગે જજ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી હતી
કોર્ટરૂમમાં ભરાયેલી ભીડથી ગુસ્સે થયેલા બોમ્બે હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશે સોમવારે ચેતવણી આપી હતી કે જો સોશિયલ ડિસ્ટેનસિંગનું પાલન ન કરવામાં આવે તો તેઓ કોઈ પણ અરજીની સુનાવણી નહીં કરે. ન્યાયાધીશ એસ.એસ. શિંદેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે, જે ફોજદારી કેસોની સુનાવણી કરી રહી હતી, એ પોલીસ અધિકારીઓ, વકીલો અને અરજદારોને તેમના કોર્ટરૂમમાં ભીડ પછી બહાર રાહ જોવા માટે કહ્યું હતું.
આ હાઇકોર્ટના નિયમોનું ઉલ્લંઘન છે : હાઇકોર્ટ
જસ્ટિસ શિંદેએ કહ્યું હતું કે, "કોર્ટમાં ભીડભાડ ન કરો ... નહીં તો અમે કોઈ અરજીની સુનાવણી નહીં કરીએ." તેમણે કહ્યું કે ભીડભાડ કરવી અને ઉચિત અંતરનું પાલન ન કરવુ તે કોરોના મહામારીની વચ્ચે પ્રત્યક્ષ રીતે સુનાવણી કરવી તે હાઇકોર્ટ દ્વારા નક્કી કરાયેલા નિર્દેશોનું ઉલ્લંઘન છે.
ન્યાયમૂર્તિ શિંદેએ કહ્યું, "પ્રમાણભૂત ઑપરેટિંગ પ્રક્રિયા અને સામાજિક અંતરનું પાલન કરવું તે દરેકના સ્વાસ્થ્ય અને સલામતી માટે મહત્વપૂર્ણ છે." તેમણે આ સંદર્ભે અમરાવતી જિલ્લામાં કોરોના વાયરસથી 60 વકીલોને ચેપ લાગવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.
હવે ઓનલાઈન સુનાવણી પ્રણાલીમાં જવું નથી : હાઇકોર્ટ જજ
ન્યાયમૂર્તિએ કહ્યું, "સદભાગ્યે અહીં કોઈ અનિચ્છનિય ઘટના બની નથી." અમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ અને ફરીથી ઓનલાઈન સુનાવણી પ્રણાલીમાં જવું નથી. ન્યાયમૂર્તિએ વકીલો સહિત તમામ લોકોને માસ્ક પહેરવા કહ્યું. હાઈકોર્ટના જસ્ટીસ ગૌતમ પટેલે ગયા મહિને કોર્ટરૂમમાં ભીડને લગતી નોટિસ ફટકારી હતી અને દરેકને સલામતીના નિયમોનું પાલન કરવાનું કહ્યું હતું. ગયા અઠવાડિયે, જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણે કાર્યવાહી દરમિયાન વકીલના ચહેરા પરથી માસ્ક કાઢી નાખવાથી નારાજ થઈને સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.