બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / ઓવર કોન્ફિડન્સબાજી બગાડશે! વેલેન્ટાઈન વીકમાં છોકરીઓને પ્રપોઝ કરતી વખતે ન કરો આ ભૂલો

રિલેશનશિપ / ઓવર કોન્ફિડન્સબાજી બગાડશે! વેલેન્ટાઈન વીકમાં છોકરીઓને પ્રપોઝ કરતી વખતે ન કરો આ ભૂલો

Last Updated: 10:20 PM, 10 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વેલેન્ટાઈન વીકમાં અનેક લોકો પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા હશે. પરંતુ જો તમે અહીંયા જણાવેલી ભૂલો કરો છો તો તમને છોકરી રિજેક્ટ કરી શકે છે.

કોઈ યુવતી સાથે ફ્રેન્ડશિપ કરવી, ફ્લર્ટ કરવું કે તેની સાથે ડેટ પર જવું, આ બધી બાબતો કોઈને પ્રપોઝ કરવા જેટલી મુશ્કેલ નથી. અમુક લોકોને પ્રપોઝ કરવું ઇઝી લાગતું હોય છે પણ વધુ પડતા આત્મવિશ્વાસને કારણે પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે અથવા તે સંબંધના અંત તરફ પણ દોરી શકે છે. છોકરીને પ્રપોઝ કર્યા બાદ જો રિજેક્ટ કરવામાં આવે તો આપણને ખૂબ જ ખરાબ લાગે છે. જેથી આજે અમે તમને કેટલીક એવી ભૂલો વિશે જણાવીશું જે છોકરાઓ ઘણીવાર છોકરીને પ્રપોઝ કરતી વખતે કરે છે જેથી તેમને રિજેક્ટ કરવામાં આવે છે.

  • અચાનક પ્રપોઝ ન કરો

સરપ્રાઈઝ કોઈ છોકરીને પસંદ નથી હોતી કેટલીક છોકરીઓને અચાનક પ્રપોઝ કરો તો તે તેને ગમશે નહીં. એવું બની શકે કે, છોકરીએ ક્યારેય વિચાર્યું ન હોય કે તમે બંને  સાથે આવી શકો છો.  આ સ્થિતિમાં જો તમે અચાનક તેને પ્રપોઝ કરો છો તો સમસ્યા પણ થઈ શકે છે. આથી પહેલા તમારી મિત્રતા ગાઢ બનાવો અને છોકરીને વિશ્વાસ અપાવો કે તે તમને ગમે છે પણ જણાવી નથી રહ્યા. આ સ્થિતિમાં તેને ખુદ એહસાસ થશે, અને તમે તેને પ્રપોઝ કરશો ત્યારે તે ના નહીં પાડે.

  • ખોટી જગ્યાએ પ્રપોઝ કરવો

જો તમને લાગે છે કે તમે કોઈ છોકરીને પબ્લિક પ્લેસ પર પ્રપોઝ કરી શકો છો તો બની શકે કે તમારો નિર્ણય ખોટો સાબિત થાય. કારણ કે અનેક છોકરીઓ પોતાના સંબંધોને ખાનગી રાખવાનું પસંદ કરે છે. જેથી કોઈ છોકરી સાથે મિત્રતા કરતી વખતે પહેલા ખાતરી કરો કે તેને આ રીતે જાહેરમાં પ્રપોઝ નહીં ગમે.

  • રિલેશનના ટાઇમને જુઓ

કોઈ છોકરી તમને થોડા દિવસ પહેલા મળી હોય અને જો તમે થોડા જ દિવસોમાં તેને જાણ્યા વગર પ્રપોઝ કરો છો તો સ્વાભાવિક છે કે તમને રિજેક્શન મળશે. આથી પહેલા તમારા સંબંધને સમય આપો જેથી તે આગળ વધી શકે. જ્યારે કોઈ છોકરો જે ખૂબ જ ઓછા સમયથી કોઈ છોકરીને ઓળખે છે તેને પ્રપોઝ કરે છે ત્યારે છોકરી સમજે છે કે તે એક કેઝ્યુઅલ પ્રપોઝલ હોઈ શકે છે જેથી તમને રિજેક્ટ કરી શકે છે.

  • સંબંધની ગાઢતા જુઓ

જો તમે કોઈ છોકરીને એક વર્ષથી જાણો છો પણ તેની સાથે થોડો જ સમય એકલા પસાર કર્યો હોવ તો તમારે તેને પ્રપોઝ ન કરવું જોઈએ. જો કોઈ એવી છોકરી હોય જેની સાથે તમે ક્વોલિટી ટાઇમ સ્પેન્ટ કર્યો હોય અને તમને તે ગમતી હોય તો તમે તેને પ્રપોઝ કરી શકો છો. મતલબ કે તમે કોઈ છોકરીને ખૂબ સારી રીતે જાણતા હોવ અને તમે બંને એકબીજાને સમજો છો તો તમે તેને પ્રપોઝ કરી શકો છો. 

વધુ વાંચો : પ્રેમના ઠેકાણા મળ્યા! પ્રપોઝ માટે ભારતની આ 4 જગ્યા સૌથી બેસ્ટ, અલગ રહેશે અનુભવ

  • ખૂબ મોડા પ્રપોઝ કરવુ

જો ખૂબ વહેલા અને વિચાર્યા વગર પ્રપોઝ કરવો પણ ખરાબ બાબત ગણાય છે એમ ખૂબ મોડું કરવું અથવા વિલંબ કરવો એ પણ એક મોટી ભૂલ હોઈ શકે છે. જો તમે તમારી લાગણીઓ વ્યક્ત કરતા પહેલા જરૂર કરતાં વધુ સમય રાહ જુઓ છો તો સામેની વ્યક્તિને લાગશે કે તમને તેનામાં રસ નથી. તેથી યોગ્ય સમય જોઈને પ્રપોઝ કરી દેવો જોઇએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Relationship Propose Day Valentine Day
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ