બોલીવુડ એક્ટર નસીરુદ્દીન શાહ સહિત થિયેટર અને આર્ટથી જોડાયેલી 600થી વધારે હસ્તીઓએ બીજેપીને વોટ ના આપવાની અપાીલ કરી છે. દરેક હસ્તીઓએ એક પત્ર લખીને લોકોને કહ્યું છે- વોટ નાંખીને ભાજપ અને એના સહયોગીઓને સત્તાથી બહાર કરે. અપીલ કરનારમાં અમોલ પાલેકર, નસીરૂદ્દીન શાહ, ગિરીશ કર્નાડ, એમકે રૈના અને ઉષા ગાંગુલી જેવી ચર્ચિત હસ્તિઓ પણ સામેલ છે.
બીજું શું છે પત્રમાં?
પત્રમાં કહેવામાં આવ્યું છે કે 'આગામી લોકસભા ચૂંટણી દેશના ઇતિહાસમાં સૌથી વધારે ગંભીર ચૂંટણી છે. આજે ગીત, નૃત્ય, હાસ્ય ખતરામાં છે. સરાકરે એ સંસ્થાઓનું ગળું દબાવી દીધું છે જ્યાં તર્ક, વિવાદ અને અસહમતિનો વિકાસ થયો છે. કોઇ લોકતંત્રને સૌથી નબળી અને સૌથી વધારે વંચિત લોકોને સશક્ત બનાવવા જોઇએ.'
કોઇ પણ લોકતંત્ર કોઇ સવાલ, વિવાદ અને સજાગ વિપક્ષ વગર કામ કરી શકે નહીં. આ તમામને હાલની સરકારે પૂરી રીતે તાકાતથી કચડી નાંખ્યા છે.
તમામ બીજેપીને સત્તાથી બહાર કરવા માટે વોટ કરો. સંવિધાનનું સંરક્ષણ કરો અને કટ્ટરતા, ધૃણા અને નિષ્ઠુરતાને સત્તાથી બહાર કરો.
આ પત્ર પર શાંતા ગોખલે, મહેશ એલકુંચેવાર, મહેશ દત્તાની, અરુંધતી નાગ, કીર્તિ જૈન, અભિષેક મજૂમદાર, કોંકણા સેન શર્મા, રત્ના પાઠક શાહ, અનુરાગ કશ્યપની સાઇન છે.