Over 270 terrorists currently active in Jammu and Kashmir says indian army
Indian Army /
કાશ્મીરથી મળ્યા સારા સમાચાર: સેનાએ કહ્યું આતંકવાદીઓનું સંખ્યાબળ આ દાયકાનું સૌથી ઓછું; આ છે કારણ
Team VTV06:10 PM, 17 Jan 21
| Updated: 06:10 PM, 17 Jan 21
જમ્મુ-કાશ્મીરમાં ભારત આતંકવાદની સમસ્યા સાથે હજુ પણ સંઘર્ષ કરી રહ્યું છે. આ દરમિયાન, કાશ્મીરના ચિનાર કોર્પ્સના ઈન કમાન્ડ લેફ્ટનન્ટ જનરલ બી.એસ.રાજુએ રાહતના સમાચાર આપ્યા છે.
તેમણે કહ્યું છે કે કાશ્મીર ખીણમાં આતંકીઓની સંખ્યા છેલ્લા એક દાયકામાં સૌથી ઓછી થઇ ગઈ છે. આ નિવેદન દરમિયાન, તેમણે પાકિસ્તાન પર કાશ્મીર ખીણમાં જુદી જુદી રીતે આતંક ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
ખીણમાં આતંકીઓની વર્તમાન સંખ્યા 217
સમાચાર એજન્સી ANI સાથે વાત કરતાં લેફ્ટન્ટ જનરલ રાજુએ કહ્યું કે, “2020માં આતંકવાદીઓની ભરતી સંપૂર્ણ રીતે કાબૂમાં આવી ગઈ છે. ખાસ કરીને 2018ની તુલનામાં આ પ્રવૃત્તિ ઘણી ઘટી ગઈ છે." તેમણે માહિતી આપી કે ખીણમાં આતંકીઓની વર્તમાન સંખ્યા 217 છે, જે છેલ્લા એક દાયકામાં સૌથી ઓછી છે.
સેના આતંકવાદીઓને મારવાને બદલે તેમને સમર્પણ કરવાનો આગ્રહ કરી રહી છે
ખાસ વાત એ છે કે ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં તેમની SOPમાં પણ ફેરફાર કર્યા છે. થોડા દિવસો પહેલા મળેલા અહેવાલો અનુસાર સેના આતંકવાદીઓને મારવાને બદલે તેમને સમર્પણ કરવાનો આગ્રહ કરી રહી છે.
પાકિસ્તાન ઉપર આરોપ
લેફ્ટનન્ટ જનરલ રાજુએ પાકિસ્તાન પર ભારતમાં ઘૂસણખોરી અને યુવાનોને આતંકવાદ તરફ ધકેલી રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું, "પાકિસ્તાન યુવાનોને જુદી જુદી રીતે આતંકવાદ તરફ દોરી રહ્યું છે. પાકે ઘણા યુવાનોને ભણવા માટે આકર્ષિત કર્યા પરંતુ તેમાં પણ તેમણે હકીકત ભણાવવાને બદલે પોતાની માનસિકતા શીખવી." તેમણે કહ્યું કે, "આમાંના કેટલાકને LOC તેમજ આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર શિક્ષણ આપીને ઘુસણખોરી કરાવવામાં આવી."
થોડા દિવસો પહેલા સેનાને રાજ્યમાં એક ટનલ મળી
ખાસ વાત એ છે કે તાજેતરના સમયમાં ભારતીય સૈન્ય પર આતંકવાદીઓના હુમલા વધ્યા છે. તે જ સમયે, થોડા દિવસો પહેલા સેનાને રાજ્યમાં એક ટનલ મળી.
એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે પાકિસ્તાન આ ટનલનો ઉપયોગ ભારતમાં આતંકવાદીઓમાં ઘુસણખોરી માટે કરી રહ્યું છે. લશ્કરી અધિકારીએ આરોપ લગાવ્યો કે "પાકિસ્તાનના આતંકવાદીઓ ખીણમાં આપણા સુરક્ષા દળો અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવે છે".
ભારતે ઘૂસણખોરીની પ્રવૃત્તિ કાબૂમાં કરી
આ દરમિયાન તેમણે વધુ એક સારા સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું હતું કે ગયા વર્ષેની તુલનામાં ભારતમાં ઘુસણખોરીમાં 70 ટકાનો ઘટાડો થયો છે. જો કે, આ સમય દરમિયાન તેમણે ડ્રોનને કારણે ઉભા થઇ રહેલા સુરક્ષા પડકારો પર ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે ડ્રોન અને ટનલ દ્વારા શસ્ત્રો અને ડ્રગ મોકલવાની પાકિસ્તાનની ઇચ્છા એક વાસ્તવિક પડકાર છે. આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ પણ સેના દિને ઘૂસણખોરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે LOC નજીક સૈન્યની કાર્યવાહીથી દુશ્મનોને ભારે નુકસાન થયું છે. સેનાએ ઘૂસણખોરીના અનેક પ્રયાસોને પણ નિષ્ફળ બનાવ્યા છે.