સવાર સવારમાં સમાચાર આવ્યા કે પેપર ફૂટી ગયું હોવાના કારણે પરીક્ષા જ મોકૂફ કરવામાં આવશે. તંત્રએ ફરી સાબિત કરી દીધું છે કે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં તંત્ર જ 'ફેલ'
ગુજરાતમાં ફટાકડા કરતા વધુ પેપર ફૂટે છે: ઈસુદાન ગઢવી
પેપર ફૂટવાની જવાબદારી સરકારની છે: શક્તિસિંહ ગોહિલ
ગુજરાતમાં ફરી એકવાર પેપર લીક થતાં હડકંપ મચી ગયો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી, પરીક્ષા આપવાનો દિવસ આવ્યો ત્યારે સવાર સવારમાં સમાચાર આવ્યા કે પેપર ફૂટી ગયું હોવાના કારણે પરીક્ષા જ મોકૂફ કરવામાં આવશે. તંત્રએ ફરી સાબિત કરી દીધું છે કે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં તંત્ર જ 'ફેલ' છે. આ તરફ હવે જુનિયર ક્લાર્કનું પેપરલીક થયા બાદ હવે રાજકીય નેતાઓ અને આગેવાનો સરકાર પર પ્રહાર કરી રહ્યા છે.
VTV સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતા ઉમેદવારો ભાવુક થઈ ગયા. ઉમેદવારોએ કહ્યું કે, 'અમે પરીક્ષા માટે બે વર્ષથી તૈયારી કરી રહ્યા હતા. અમે છેક પાલીતાણા અને ભાવનગરના ગામડામાંથી અહીં પરીક્ષા આપવા માટે આવ્યા છીએ. અમારા વાલીઓ અમને કાળી મજૂરી કરીને ભણાવે છે. પૈસાવાળી પાર્ટી છે એ પેપર ફોડી નાખે છે. સાહેબ ભરતી નહીં આવે તો ચાલશે પણ પેપર ફૂટવા ન જોઈએ.'
પરીક્ષાર્થીઓને વળતર મળવું જોઈએ: બાયડના MLA ધવલસિંહ ઝાલા
જુનિયર ક્લાર્કનું પેપરલીક થવા મામલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં વારંવાર પેપરલીક થવાની ઘટના બને છે. જૂનિયર ક્લાર્કનું પેપરલીક થવાની ઘટના દુઃખદ છે. પરીક્ષાર્થીઓને વળતર આપવું જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે, પેપરલીકમાં જવાબદાર વ્યક્તિને કડક સજા મળવી જોઈએ.
પેપર એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરો: દિનેશ બાંભણીયા
આ તરફ જૂનિયર ક્લાર્કનું પેપરલીક થવા મામલે PASS નેતા દિનેશ બાંભણીયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, જૂનિયર ક્લાર્કનું પેપર ફૂટવાની ઘટના દુઃખદ છે. રાજ્ય સરકારે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની જરૂર છે. આ સાથે પેપર એજન્સી વિરુદ્ધ પણ કરવી જોઈએ.
20 કરતા વધુ પેપર ફૂટ્યાં: અમિત ચાવડા
જૂનિયર ક્લાર્કનું પેપર ફૂટવા મામલે અમિત ચાવડાએ કહ્યું કે, રાજ્ય સરકારે ગુજરાતના યુવકોનું ભવિષ્ય ફોડવાનું પાપ કર્યું છે. ગુજરાતમાં 20 કરતા વધુ પેપર ફૂટ્યાં છે. હવે રાજ્ય સરકારને 156નું અભિમાન આવી ગયું છે. આ સાથે તેમણે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, જેની પાસે રૂપિયા છે તેને જ ગુજરાતમાં નોકરી મળે છે.
વધુ એક વખત ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષાનું પેપર લીક થયું. પરીક્ષા મોકુફ થતા અગાઉ પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે. સરકાર જવબદારી સ્વીકારે અને માત્ર નિવેદનો નહીં પરંતુ પેપર લીકમાં જે કોઈ પણ સંડોવાયેલા હોય તેમની સામે કડક કાર્યવાહી કરવા આવે pic.twitter.com/5on3lNhyVi
પેપર ફૂટવાની જવાબદારી સરકારની: શક્તિસિંહ
જૂનિયર ક્લાર્કનું પેપરલીક થવા મામલે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં સરકાર ફરી નિષ્ફળ નીવડી છે. આજે 9 લાખ 53 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા. 22 વખત રાજ્યમાં પેપરલીક થયું છે. આ સાથે કહ્યું કે, ગુજરાત સરકારનો અહંકાર યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યો છે. પેપરલીક થવાથી સરકારી નોકરી મેળવવા માગતા પરીક્ષાર્થીઓ હતાશ થયા છે. તેમણે કહ્યું કે, પેપર ફૂટવાની જવાબદારી સરકારની છે. જેથી હવે જવાબદારને કડકમાં કડક સજા આપવાની જરૂર છે.
ગજબ ! પેપર નહીં ઉમેદવારોની કિસ્મત ફૂટી છે ! ભરોસાની ભાજપ સરકારના કરોડો રૂપિયાના ખર્ચે લાગેલ બેનરોથી ઉમેદવારો અને એમના માતા પિતા ભરી ભરોસો કરીને 99 થી વધારીને 156 આપી પરંતુ ભાજપે ફરી કૌભાંડો અને પેપર ફોડવાનું શરુ કરી દીધું ! પંજાબમાં આરોગ્ય મંત્રીએ એક ટકો કમિશન માંગ્યું હતું અને pic.twitter.com/hNT6ebkImP
ગુજરાતમાં ફટાકડા કરતાં વધુ પેપર ફૂટે છે: ઈસુદાન ગઢવી
જૂનિયર ક્લાર્કનું પેપરલીક થવા મામલે AAP નેતા ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારની બેદરકારીને કારણે ફરી પેપર ફૂટ્યું છે. ગુજરાતમાં ફટાકડા કરતાં વધુ પેપર ફૂટે છે, આ પેપર નથી ફૂટ્યું લાખો ઉમેદવારના સપના તૂટ્યા છે. મંત્રી અને મુખ્યમંત્રી જ્યાં સુધી પગલાં નહીં લે ત્યાં સુધી પેપર ફૂટશે. આ સાથે કહ્યું હતું કે, સરકાર પેપરલીક કરનારાને સજા આપવાનું નિવેદન આપશે પરંતુ આરોપીની ધરપકડ નહીં કરે. તેમણે કહ્યું કે પેપરલીકની તપાસ નિવૃત ન્યાયધીશની અધ્યક્ષતામાં થવી જોઈએ.
156ની ભાજપ સરકારના કૌરવો ક્યારે રોકશે ? : રેશમા પટેલ
આ તરફ હવે આપના પ્રદેશ પ્રવક્તા રેશમા પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતની જનતાનો ભરોસો તોડવા વાળી ભરોસાની ભાજપના રાજમાં પેપેર ફૂટે છે, વિદ્યાર્થીઓના ભવિષ્યને કોરી ખાનારા રાક્ષસોને 156ની ભાજપ સરકાર ના કૌરવો ક્યારે રોકશે ?