બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Outbursts in areas including Radhanpur in North Gujarat

જનાક્રોશ / ઉત્તર ગુજરાતમાં રાધનપુર સહિતના વિસ્તારોમાં આક્રોશ, વિધર્મી યુવકના કરતૂતથી ભારેલો અગ્નિ

Mehul

Last Updated: 11:42 PM, 29 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાધનપુરમાં એક તરફા પ્રેમ વિધર્મી યુવકે યુવતી પર હુમલો કરતા મામલો ગરમાયો છે. શેરગઢ ગામે વિધર્મી શખ્સે ચૌધરી સમાજની યુવતી પર તેના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કરતા સ્થિતિ તંગ બની

  • રાધનપુરમાં ભારેલો અગ્નિ
  • યુવતી પર હુમલા બાદ ગરમાયો માહોલ
  • વિધર્મી યુવકે ઘરમાં ઘુસી યુવતી પર કર્યો હુમલો 


છેડતી. હત્યા.  લૂંટફાટ. એવું લાગે છે ગુજરાત જાણે યૂપી બનતું જઈ રહ્યું છે. કારણ કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનો જાણે ગુનેગારોને કોઈ ડર જ ન હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.. ધંધૂકામાં કિશન ભરવાડની હત્યાના પડઘા હજુ શાંત નથી પડ્યા, ત્યાં આ તરફ રાધનપુરમાં એક તરફા પ્રેમ વિધર્મી યુવકે યુવતી પર હુમલો કરતા મામલો ગરમાયો છે. આ મામલો એટલો ગરમાયો છે કે, રાધનપુરમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ પૈદા થઈ છે..

આ આક્રોશ. આ ઘમાસાણ. આ હજારો લોકોની ભેગી થયેલી જનમેદની. કોઈ સરઘસ કે,સભામાં નથી ભેગી થઈ. પરંતુ એક દીકરીને ન્યાય અપાવવા માટે ભેગી થઈ છે. રાધનપુરના શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર એક વિધર્મી યુવાને હુમલો કર્યા બાદ માહોલ ગરમાયો છે.  અને હવે ચૌધરી સમાજની યુવતીને ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે ઉદ્દેશ્યથી શનિવારે રાધનપુર બંધનું એલાન અપાયું હતું. જેને લઈ રાધનપુરના બજારો સજ્જડ બંધ રહ્યા. રાધનપુરમાં શંકર ચૌધરી સહિત મોટા પ્રમાણમાં સમાજ એકઠો થયો હતો. જેમાં ઠાકોર સમાજ પણ સમર્થનમાં ઉમટ્યો હતો.  જોકે અહીં મામલો એટલો ગરમાયો હતો કે, હજારોની સંખ્યામાં એકઠી થયેલી ભીડ બેકાબુ બની હતી. જેના કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.  જોકે ચૌધરી સમાજના આક્રોશને જોતા શંકર ચૌધરીએ દીકરીને ન્યાય અપાવવાની તમામ જવાબદારી પોતાના પર લીધી હતી.

સમગ્ર ઘટના અંગે જો વાત કરવામાં આવે તો.  શેરગઢ ગામે વિધર્મી શખ્સે ચૌધરી સમાજની યુવતી પર તેના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કર્યો હતો. જેના મામલે ચૌધરી સમાજના અગ્રણીઓની ઉપસ્થીતીમાં હિન્દુ સમાજની એક બેઠક શુક્રવારે યોજાઇ હતી. જેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, શનિવારે રાધનપુર સજ્જડ બંધ રાખવું અને રાધનપુરની આદર્શ વિદ્યાલયથી સવારે 11 વાગ્યે મહારેલી યોજી આવેદનપત્ર આપવું. જોકે, મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં રેલી યોજી આવેદનપત્ર આપવા જવાનું રદ્દ કરવામાં આવ્યું હતું.  જ્યારે બીજી તરફ પોલીસે પણ સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જોકે આ ઘટનામાં યુવક-યુવતી છેલ્લા ઘણા સમયથી એકબીજાથી પરિચિત હોવાનું પણ જાણવા મળ્યું છે. 

અહીં એક તરફી પ્રેમ અને પૈસાની લેતીદેતીમાં હુમલાનું કારણ સામે આવ્યું છે. તેમ છતાં અહીં સવાલ એ છે કે, ક્યાં સુધી ગુજરાતમાં લવ-જેહાદની ઘટનાઓ ઘટતી રહેશે? કાયદો છે તેમ છતાં કેમ વારંવાર લવ-જેહાદની ઘટનાઓ ઘટી રહી છે?  ક્યાં સુધી ગુજરાતમાં ગુનેગારો બેખોફ ફરતા રહેશે? શું માફિયાઓ, ગુંડાઓ અને વિધર્મીઓને કાયદાનો ડર નથી રહ્યો? શું સરકાર અને પોલીસ વિભાગ પાસે ગુંડારાજને ખતમ કરવાનો કોઈ એક્શન પ્લાન નથી? શું ગુજરાત યુપી બનતું જઈ રહ્યું છે? સવાલો અનેક છે.  તેવામાં જોવાનું એ રહેશે કે, આવા વિધર્મીઓ પર ગુજરાતમાં ક્યારે લગામ કસાય છે.  અને ક્યારે બહેન-દીકરીઓ ખુદને સુરક્ષિત મહેસૂસ કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Vtv Exclusive  શેરગઢ કાયદો અને વ્યવસ્થા ગુનેગારો ચૌધરી સમાજ દીકરીને ન્યાય રાધનપુર લવ-જેહાદ વિધર્મી શખ્સ Radhanpur
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ