ખિતાબ / ઓસ્ટ્રાવા ઓપનઃ ચીનની શુઆઈ ઝાંગ સાથે મળીને સાનિયાએ ડબલ્સનો ખિતાબ જીત્યો

Ostrava Open: Sania wins doubles title with China's Shuai Zhang

ભારતની અનુભવી મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ ગઈ કાલે વર્ષ (૨૦૨૧ સિઝન)નો પ્રથમ ખિતાબ પોતાના નામે કરી લીધો. સાનિયાએ ઓસ્ટ્રાવા ઓપનની ફાઇનલમાં પોતાની જોડીદાર ચીનની શુઆઈ ઝાંગ સાથે મળીને અમેરિકાની ક્રિસ્ટિયન અને ન્યૂઝીલેન્ડની રોટલિફની ત્રીજી ક્રમાંકિત જોડીને પરાજિત કરી. એક કલાક ચાર મિનિટ ચાલેલા ખિતાબી મુકાબલામાં ભારત-ચીનની જોડીએ અમેરિકા-ન્યૂઝીલેન્ડની જોડીને ૬-૩, ૬-૨થી હરાવીને જીત મેળવી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ