બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 07:14 PM, 22 February 2023
ADVERTISEMENT
ગૌતમ અદાણી ગ્રુપને એકપછી એક મોટા ઝટકા માર્કેટ તરફથી મળી રહ્યાં છે. હિંડનબર્ગ અને વિકિપીડિયાનાં રિપોર્ટ બાદ અદાણી ગ્રુપનો સાથ ધીરે-ધીરે કંપનીઓ છોડી રહી છે. હવે CK Birla Groupની ફર્મ ઓરિયેન્ટ સિમેન્ટે બુધવારે કહ્યું કે તેણે અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડની સાથે નૉન-બાઈંડિંગ MoUને કેન્સલ કર્યું છે.
નૉન-બાઈંડિંગ MoUને કેન્સલ કર્યું
આ પહેલા ડી.બી. પાવરે પણ અદાણી પાવરની સાથે થનારી 7000 કરોડની ડીલને કેન્સલ કર્યું હતું. એટલું જ નહીં સરકારી કંપની PTC ઈન્ડિયાની સાથે પણ અદાણીની ડીલ અટકી ગઈ હતી. હવે CK Birla Groupની ફર્મ ઓરિયેન્ટ સિમેન્ટે બુધવારે કહ્યું કે તેણે અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડની સાથે નૉન-બાઈંડિંગ MoUને કેન્સલ કર્યું છે.
ADVERTISEMENT
MoU સમાપ્ત કરવાનો નિર્ણય
ઓરિયેન્ટ સિમેન્ટે નિવેદન આપ્યું કે, 'અમે સૂચિત કરીએ છીએ કે APMLએ કંપનીથી અનુરોધ કર્યો છે કે તે આ વ્યાપારને આગળ વધારશે નહીં. આ એટલા માટે કારણકે કેટલાક કાયદાકિય સમસ્યાઓને લીધે CGU માટે જરૂરી લેન્ડને લીઝ પર દેવા માટે MIDC મંજૂરી પ્રાપ્ત કરવા માટે સક્ષમ નથી.' તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે MoU અનુસાર ટાઈમલાઈન પાર થઈ ગઈ છે. કંપનીએ લખ્યું કે ઓરિયેન્ટ સિમન્ટે APMLની સ્થિતિનો સ્વીકાર કરી લીધો છે અને MoU સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.
બંને કંપનીઓનાં શેરોના ભાવો ઘટ્યાં
ઓરિયેન્ટ સિમેન્ટે મહારાષ્ટ્રનાં તિરોદામાં સીમેન્ટ ગ્રાઈન્ડિંગ યૂનિટની સ્થાપના માટે અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડની સાથે એક કરાર કર્યો હતો. જો કે કાયદાકીય કારણોને લીધે તેના પર રોક લગાવવામાં આવી છે. NSE પર ઓરિયેન્ટ સિમેન્ટનાં શેર 118 રૂ. પ્રતિ શેર પર બંધ થયાં જ્યારે અદાણીનાં શેરમાં 5% નાં લોઅર સર્કિટમાં બંધ થયો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT