બ્રેકિંગ ન્યુઝ
Shyam
Last Updated: 09:31 PM, 27 August 2021
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સહસ્ત્ર કળશ અભિષેક મહોત્સવ યોજાશે. તારીખ 27, 28 અને 29 ઓગસ્ટ ત્રણ દિવસ સુધીના આ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. જેમાં પ્રથમ દિવસે નારાયણ કુંડ ખાતે 1000 મહિલાઓ દ્વારા ભવ્ય જળયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં અંબાડી સાથેના ગજરાજ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું, તો ઢોલના તાલનો હાજર લોકોએ પણ ખૂબ આનંદ માણ્યો હતો.
ADVERTISEMENT
સહસ્ત્ર કળશ અભિષેક મહોત્સવ કરવા પાછળ એવું માનવામાં આવે છે કે, હનુમાનજી દાદાની સ્થાપના બાદ અત્યાર સુધીમાં જો ભૂલથી પણ કોઈ દોષ થયો હોય તો, તે આ અભિષેકથી દૂર થાય તેમજ દાદાનું જે શૉર્ય છે. તેમાં વધારો થાય તેવા ભાવ સાથે ત્રણ દિવસનો આ મહોત્સવ છે.
પ્રથમ દિવસે ભવ્ય કળશયાત્રા બાદ 28 ઓગસ્ટે 25 બ્રાહ્મણ દ્વારા 10 કુંડીયજ્ઞનું વૈદિક મંત્રો દ્વારા પ્રારંભ કરવામાં આવશે. તેમજ ત્રીજા અને અંતિમ દિવસે પંચમુખી હનુમાનજી દાદાની મૂર્તિ પર સતત 12 કલાક સુધી મહાઅભિષેક બાદ બીડુ હોમી યજ્ઞ પૂર્ણ જાહેર કરવામાં આવશે. એમ શ્રવણ માસના પવિત્ર મહિનામાં ત્રણ દિવસ ભવ્ય કળશ મહોત્સવમાં દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.