Organ donation lungs heart kidneys and lever surat
અંગદાન /
સુરતમાં પ્રથમ વખત મળ્યું ફેફસાનું દાન, હ્રદય-કિડની અને લિવર પણ કરાયા ડોનેટ
Team VTV08:05 PM, 16 May 19
| Updated: 04:22 PM, 17 May 19
ગુજરાતમાં અંગદાનમાં સુરતનું નામ મોખરે છે. દેશભરમાં ઓર્ગેન ડોનેશનમાં સુરત દેશભરમાં ટોપ શહેરોમાં છે. ત્યારે સુરતમાં પ્રથમ વખત ફેફસાનું અંગદાન થયાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, અંગદાન માટે કામ કરતી ડોનેટ લાઈફ સંસ્થાને પ્રથમ વખત હૃદયની સાથે ફેફસાનું અંગદાન મળ્યું છે.
ઘટના એવી છે કે, સુરતના વ્રજેશ શાહ નામના એક શખ્સને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ વ્રજેશના પરિવારે વ્રજેશના અંગો અને હૃદયનું દાન કરવાનું મક્કમ મન બનાવી લીધું હતું. અંતે ડોક્ટરોની ખાસ ટીમની મદદથી વ્રજેશના હદયની સાથે-સાથે પ્રથમ વખત ફેફસાનું પણ દાન કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, સુરત ખાતેથી અત્યાર સુધીમાં 22 હૃદયના દાન મળ્યા છે. જેમાં એક હૃદય વ્રજેશનું પણ છે. વ્રજેશ તો આજે નથી રહ્યો પરંતુ તેના હૃદયના ધબકારા આજે વધુ એક વ્રજેશમાં ધબકી રહ્યા છે.
દાનમાં આવેલી કિડની પૈકી એક કિડની અમદાવાદના યશપાલસિંહ અને બીજી કિડની અમદાવાદના કમલેશ સોલંકીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. જ્યારે લિવર ઊંઝાના રહેવાસી ઇન્દુબેન પટેલને અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.