સુ્પ્રિમ કોર્ટે NDAની પરીક્ષામાં મહિલાઓને શામેલ કરવા માટે કેન્દ્રને આદેશ આપ્યો છે. સરકાર દ્વારા 6 મહિનાનો સમય માગવામાં આવ્યો હતો જે સમય કોર્ટે ન આપી નવેમ્બરમાંજ મહિલાઓને પરીક્ષામાં શામેલ કરવા આદેશ આપ્યા છે.
સુ્પ્રિમ કોર્ટે મોદી સરકારને આપ્યો મોટો આદેશ
મહિલાઓને NDAની પરીક્ષામાં શામેલ કરવા આપ્યો આદેશ
સરકારે સમય માગ્યો હતો જે સુપ્રિમ કોર્ટે ન આપ્યો
નેશનલ ડિપેન્સ એકેડમી (NDA) દ્વારા મહિલાઓને સેનામાં ભરતી કરવાને લઈને સુપ્રિમ કોર્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા નવી નીતિઓ લાગૂ કરવા માટે અમુક સમય માગવામાં આવ્યો હતો. સાથેજ એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ વર્ષે મહિલાઓ પરીક્ષામાં શામેલ નહી થઈ શકે.
નવેમ્બરમાં યોજાસે NDAની પરીક્ષા
જોકે આ સમગ્ર મામલે સુપ્રિમકોર્ટ દ્વારા ના પાડી દેવામાં આવી છે અને આદેશ આપવામાં આવ્યો છે કે સરકાર આ વર્ષે મહિલાઓની પરિક્ષામાં શામેલ કરવામાં આવે. આપને જણાવી દઈએ આ વર્ષે નવેમ્બરમાં NDAની પરીક્ષા યોજાવાની છે.
સરકારે માગ્યો હતો 6 મહિનાનો સમય
સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યુ હતું કે આવતા વર્ષે એટલે કે 2022માં મે મહિના સુધીમાં મહિલાઓને પરિક્ષામાં શામેલ કરવામાં આવશે. જોકે કોર્ટ દ્વારા સરકારની આ માગ માનવામાં ન આવી અને આ વર્ષેજ મહિલાઓને પરીક્ષામાં શામેલ કરવા આદેશ આપ્યો છે. સાથેજ નવી નીતિઓ લાગૂ કરવા સરકારે જે 6 મહિનાનો સમય માગ્યો હતો તે પણ આપવાની ના પાડી દીધી.
અમે પહેલાથી આદેશ આપ્યો હતો : સુ્પ્રિમ કોર્ટ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સુ્પ્રિમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે સેના દરેક કામ તાત્કાલીક કરતી હોય છે. સાથેજ કોર્ટે કહ્યું કે અમે પહેલાજ આદેશ આપ્યો હતો કે મહિલાઓને નવેમ્બરમાં પરીક્ષામાં સામેલ કરવામાં આવે. જેથી હવે મહિલાઓને એવું ન કહી શકાય કે તમે 6 મહિના રાહ જુઓ.