બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Orange alert in Ahmedabad for two more days

આગાહી / બાપ રે! ગરમીએ તો બહૂ કરી, અમદાવાદમાં હજુ બે દિ' સુધી ઓરેન્જ એલર્ટ, રાજ્યનાં આ વિસ્તારોમાં માવઠાની શક્યતાં

ParthB

Last Updated: 09:08 AM, 8 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીને લઈને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવામાન વિભાગના કહ્યાં પ્રમાણે અમદાવાદમાં આગામી 2 બે દિવસો દરમિયાન ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

  • રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત
  • અમદાવાદમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ
  • રાજ્યના 8 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો 

અમદાવાદમાં આગામી 2 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ  

ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે.  જો કે આગામી સમયમાં હજી પણ ગરમી વધી શકે છે. બીજી બાજુ રાજ્યના હવામાન વિભાગે અમદાવાદ સહિત આસ-પાસના શહેરોમાં આગામી બે દિવસો દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના હવામાન વિભાગાન જણાવ્યા અનુસાર શનિવારે ભૂજમાં 41.8 ડિગ્રી, અમદાવાદમાં 41.7 ડિગ્રી, અમરેલીમાં 41.6 ડિગ્રી, જુનાગઢમાં 41.6 ડિગ્રી, ગાંધીનગરમાં 41.5 ડિગ્રી, વડોદરામાં 41.2 ડિગ્રી, સુરતમાં 41 ડિગ્રી, રાજકોટમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસારે અમદાવાદમાં રવિવારથી બુધવાર દરમિયાન ગરમી 44 ડિગ્રીને પાર થવાની છે. આગાહી પ્રમાણે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ સાથે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. આમ અમદાવાદમાં આગામી ચાર દિવસમાં ગરમીનો વધુ એક રાઉન્ડ અનુભવાશે.

આ રાજ્યોમાં ફરી હેરાન કરશે લૂ

ભારતીય હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, તારીખ 8મે થી 11 મે દરમિયાન હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના જમ્મુ વિભાગમાં ગરમીની લહેર આવવાની શક્યતા છે. તો તારીખ 10 મેથી દિલ્હીમાં હિટવેવની સ્થિતિ જોવા મળી શકે છે. એ સિવાય યુપી, બિહાર અને ઝારખંડ જેવાં રાજ્યોમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે, પરંતુ લૂથી રાહત મળશે.

જાણો કયા-કયા રાજ્યોમાં પડશે વરસાદ?

દેશમાં આગામી 48 કલાક દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુ પર હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે અને કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આંદામાન સાગર અને પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં સમુદ્રની સ્થિતિ વધારે ખરાબ થઇ જશે. એ સિવાય પૂર્વોત્તર ભારત, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કેરળના ભાગો, તમિલનાડુ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેમજ પશ્ચિમ હિમાલય, ઓડિશા, આંધ્ર પ્રદેશ રાયલસીમા અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ થઈ શકે છે. ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ધીમે-ધીમે મહત્તમ તાપમાન વધશે, જેના કારણે વિવિધ વિસ્તારોમાં હિટવેવની સ્થિતિ સર્જાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ