CCTV / AMCની ઢોર પકડતી ટીમનો વિરોધ, ગાયને સોસાયટીમાં દોડાવતા લોકોમાં ભય

અમદાવાદના વટવામાં AMCની ઢોર પકડતી ટીમનો વિરોધ કરાયો છે. ઢોર પકડનાર ટીમ હરિકૃષ્ણ પાર્ક સોસાયટીમાં ઘુસતા લોકોએ વિરોધ કર્યો છે. ગાયને સોસાયટીમાં દોડાવતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ગાયની અડફેટે ઈજા પહોંચાવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. આ સમગ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેને લઇને સ્થાનિકોએ AMCની ટીમ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ