દ.ગુજરાતમાં ધર્મ પરિવર્તન પર સ્થાનિક આદિવાસીઓનો વિરોધ, પ્રવેશ પર ફરમાવી પાબંદી

By : admin 09:10 PM, 26 January 2019 | Updated : 09:10 PM, 26 January 2019
ભારત નિર્માણ અને શિક્ષણ અને વિજ્ઞાનના ફેલાવા બાદ પણ ભારતમાં ધર્મ પરિવર્તન એ વારંવાર ચર્ચાતો અને ઉપસ્થિત મુદ્દો છે. વાત વાત હિંદુમાંથી ઈસાઈ ધર્મપરિવર્તનની હોય કે હિંદુમાંથી બૌદ્ધિસ્ટ તરીકે વટલાઈ જવાની વાત હોઈ. સનાતન હિંદુવાદીઓ હમેંશા એ સવાલનો જવાબ શોધવા મથી રહ્યા છે કે આખરે હિંદુ ધર્મમાંથી લોકો ખ્રિસ્તી કે અન્ય ધર્મ તરફ આકર્ષાય છે કેમ? તેમને આ જવાબ મળશે કે નહીં તે ખબર નથી પરંતુ નવસારી જિલ્લામાં આદિવાસીઓમાં ઉભું થયેલું એક વલણ હિંદુ વિશ્વાસુને થોડી શાંતિ આપી શકે તેમ છે.

કોના ઈશારે પાબંદી? આદિવાસીઓની અસ્પષ્ટ માનસિકતા...
આદિવાસીજનોના મુખે સાંભળી તમે આ વાત? તેમની વાતમાં ઘણું તથ્ય છે. આદિ સમયથી જંગલ અને પ્રકૃતિના ખોળે રમનાર કપરાડા આદિવાસી વિસ્તારના આ લોકોને હજું વિકાસના ફળ ચાખવા મળ્યા નથી. આ લોકો હજુ પણ વિકાસથી મહદ અંશે વંચિત થઇ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજથી બે દશક પહેલા શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત આદિવાસીઓને વહારે ઈસાઈ મિશીનરીઓ આવ્યા હતા. ગરીબ અને અભણ આદિવાસીઓને આરોગ્ય અને શિક્ષણ જેવી સુવિધાઓ આપી ઈસાઈ મિશનરીઓ આ આદિવાસીઓને પોતના તરફ આકર્ષવામાં સફળ રહ્યા. આદિવાસીઓ માટે પોતાની માનવસહજ જરૂરિયાત પૂરી કરનાર મિશનરીઓ ફરિશ્તો કે દેવદૂત જેવા લાગ્યા.

આ કામ વલસાડ અને ડાંગના આદિવાસી વિસ્તારમાં મિશનરીઓએ કર્યું. આદિવાસીઓમાં પોતાના તરફ સન્માન અને પ્રેમ જગાવીને તેઓ ધીરેધીરે આદિવાસીઓમાં ધર્માંતરણ કરવામાં પણ સફળ થયા. આદિવાસી વિસ્તારમાં ગામે ગામ જોવા મળતા ચર્ચ અને દેવળ એ વાતની સાક્ષી પૂરી રહ્યા છે. અહીંના ગરીબ આદિવાસી હવે રામને બદલે ઈશુને પૂજી રહ્યા છે. અહીં મંદિર નહીં ચર્ચ જોવા મળે છે. ત્યારે કઈ બાબત આદિવાસીઓને ઈસાઈ બનવા પ્રભાવિત કરી જાય છે.

ખ્રિસ્ત બની ગયેલા લોકોને અહીં પ્રવેશ પર પાબંદી
તમે આદિવાસી લોકોનું ખ્રિસ્તી ધર્મ પ્રત્યેની આસ્થાનું આ એક ચિત્ર જોયું. હવે આજ સુધી ખ્રિસ્તી ધર્મનો આશ્રય લઈને જે આદિવાસી સમુદાય પોતે પોતાને સુખી થયેલો સમજતો હતો તે આદિવાસીઓ કોણ જાણે કેમ હવે ખ્રિસ્તી માર્ગથી પોતાની જાતને વિમુખ બનાવવા લાગ્યા છે. ખિસ્તી ધર્મમાં માનનારા લોકોને ગણદેવી અને હરિપુરા ફળિયામાં ન પ્રવેશવા દેવા માટે લાગેલા આ બેનર ઘણું સૂચવી રહ્યા છે. નવસારી જિલ્લાના ગણદેવીમાં હળપતિ સમાજ ખ્રિસ્તી ધર્મના વિચારધારામાં સામેલ થતા હળપતિ સમાજના અન્ય આગેવાનોએ તેનો વિરોધ નોંધાવ્યો છે. મૂળ ખ્રિસ્તી લોકો તેમજ પોતાના સમાજમાંથી ખ્રિસ્ત બની ગયેલા લોકોને અહીં પ્રવેશ પર પાબંદી ફરમાવી છે.

સમજ શક્તિના અભાવે આવા વર્ગવિગ્રહો
જોકે આદિવાસી સમુદાયમાં બદલાયેલા આ વલણના મૂળ ક્યાં છે તે અને કઈ દિશા તરફથી તેને દિશા નિર્દેશ થઈ રહ્યો છે તે કોઈપણ બૌદ્ધિક માટે તપાસનો વિષય છે. કેમ કે, હિન્દૂ એ એક જીવન જીવવાની પદ્ધતિ છે અને સનાતનધર્મ છે જે આદિ અનાદિકાળથી ચાલતો આવ્યો છે. પરંતુ સમજ શક્તિના અભાવે આવા વર્ગવિગ્રહો થતા રહે છે. પ્રલોભન આપીને કે ખોટા ચમત્કારો કરીને ધર્મ તરફ વાળવા એ જુદી વાત છે અને સ્વૈચ્છાએ પૂરી જાગૃતિ સાથે કોઈ ધર્મ કે પંથ તરફ વળી જવું એ જુદી વાત છે.

ત્યારે ખુદ આદિવાસી સમાજમાં જ ધર્મપરિવર્તન પ્રત્યે પ્રવર્તી અસમંજસતાએ હવે આંતરિક વિગ્રહની શરૂઆત કરી દીધી છે. હવે આગામી દિવસોમાં ધર્મ માનવા ન માનવાની વાતને લઈને ઝગડાઓ ન વધે તે જોવાની સમાજના મોભીઓની અને સરકારની સહિયારી જવાબદારી છે.Recent Story

Popular Story