બ્રેકિંગ ન્યુઝ
VTV / oppo reno 3 pro launched in-india
Krupa
Last Updated: 05:28 PM, 2 March 2020
ADVERTISEMENT
ભારતમાં લૉન્ચ થયેલા Oppo Reno 3 Pro ના 128 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 29,990 છે. ફોનના 256 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 32,990 રૂપિયા હશે. ફોનની સૌથી ખાસ વાત એ છે કે એનો સેલ્ફી કેમેરો છે, જે એવા ફીચર્સ સાથે આવી રહ્યો છે જે અત્યાર સુધી દુનિયાના કોઇ સ્માર્ટફોનમાં નથી. ફોનમાં 44 મેગાપિક્સલનો ડુઅલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં 64 મેગાપિક્સલ અલ્ટ્રા ક્લિયર પ્રાઇમરી કેમેરા, 13 મેગાપિક્સલ ટેલીફોટો લેન્સ, 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ-એન્ગલ લેન્સ અને 2 મેગાપિક્સલના મોનો લેન્સની સાથે ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.
બંને વેરિયન્ટ ઑરોરા બ્લૂ, મિડનાઇટ બ્લેક અને સ્કાઇ વ્હાઇટ રંગમાં મળશે. Oppo પોતાના Oppo Reno 3 Pro હેન્ડસેટના 128GB સ્ટોરેજ વેરિયન્ટમાં 6 માર્ચથી વેચવાનું શરૂ કરશે. 128 128GB સ્ટોરેજ મૉડલનું પ્રી-ઑર્ડર બુકિંગ પહેલાથી ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
10 ટકા કેશબેકનો ઉઠાવો ફાયદો
ગ્રાહક HDFC બેંક ડેબિટ-ક્રેડિટ કાર્ડ, EMI, ICICI બેંક ડેબિટ-ક્રેડિટ કાર્ડ, EMI, RBL બેંક ક્રેડિટ કાર્ડ EMI, Yes બેંક ક્રેડિટ કાર્ડ EMMI અને ગ્રાહક લોન પર લાગૂ 10 ટકા કેશબેકની સાથે આ ડિવાઇસ ખરીદી શકે છે. તો બીજી બાજુ ઑફલાઇન સ્ટોર્સથી સેલની શરૂઆતી ત્રણ દિવસમાં ગ્રાહકને કેશબેક ઑફર અને ઝીરો પેમેન્ટ વિકલ્પની સુવિધા મળશે. સાથે જ ફોનની સાથે કોમ્પ્લીટ ડેમેડ પ્રોટેક્શન પણ આપવામાં આવશે. આ ઉપરાંત ઑનલાઇન પ્લેટફોર્મથી એની ખરીદી કરવા પર HDFC Bankના ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને Yes Bankના ક્રેડિટ કાર્ડ પર 10 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ હશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.