OPPO એ પોતાના બ્રાન્ડ સ્માર્ટફોન OPPO REALME 1ને કેટલાક દિવસ પહેલા ફક્ત ભારતમાંજ લોન્ચ કર્યો હતો. OPPO REALME 1નું વેચાણ પણ અમેઝોનથી થઈ રહ્યુ છે. અત્યાર સુધી OPPO REALME 1 બ્લેક ડાયમંડ અને સોલર રેડ કલર વેરિયંટમાં ઉપલબ્ધ હતો પરંતુ આજથી 18 જૂનથી આ ફોનને મૂનલાઈટ સિલ્વર કલર વેરિયંટમાં પણ ખરીદી શકાશે. કંપનીએ કહ્યુ કે આ ફોન મેડ ઈન ઈન્ડિયા છે. OPPO REALME 1ની સાથે SBI કાર્ડ પર 5 ટકાનો કેશબેક પણ મલી રહ્યો છે. આ ઉપરાંત ફોનની સાથે ગ્રાહકોને કવર અને સ્ક્રીન પ્રોટેક્ટર પણ મળી રહ્યુ છે.
કિંમત અને ફીચર
આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ એન્ડ્રોઈડ ઓરિઓ 8.1 6 ઈંચની ફુલ HD ડિસ્પ્લે 2 ગીગાહર્ટ્ઝનું મીડિયાટેક હિલિયો પી60 પ્રોસેસર છે. આ ફોન 3GB રેમ/32GB સ્ટોરેજ 4GB રેમ/64GB સ્ટોરેજ અને 6GB રેમ/128GB સ્ટોરેજના વેરિયંટમાં મળશે.
ફોનના કેમેરાની વાત કરીએ તો તેમાં 13MPનો રિયર અને 13MPનો ફ્રન્ટ કેમેરા છે. રિયર કેમેરા સાથે LED ફ્લેશ લાઈટ મળશે. કંપનીનું કહેવું છે કે REALME 1માં OPPO IE બ્યૂટી 2.0 ફીચર આપવામાં આવ્યું છે. જો કે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર નથી. જ્યારે અલગથી મેમોરી કાર્ડ માટે સ્લોટ પણ મળશે.
આ ઉપરાંત ફોનમાં 3410mAhની બેટરી ડ્યુઅલ 4G VOLTE સપોર્ટ મળશે. ફોનની કિંમતની વાત કરીએ તો તેના 3GB/32GB સ્ટોરેજ ની કિંમત 8 990 રૂપિયા 4GB/64GB સ્ટોરેજની કિંમત 10 990 રૂપિયા અને 6GB/128GBની કિંમત 13 990 રૂપિયા છે.