ચીની સ્માર્ટફોન મેકર Oppoએ ભારતમાં પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Oppo Find X લોન્ચ કરી દીધો છે જેની કિંમત 59990 રૂપિયા રાખવામાં આવી છે અને તેનું વેચાણ ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર થશે. જોકે આ ઑફલાઇન રિટેલ સ્ટોર્સમાં પણ વેચવામાં આવશે અને તેનું વેચાણ 3 ઓગ્સ્ટથી શરૂ થશે.
કસ્ટમર્સ પ્રી ઓડર્સ 30 જૂલાઇથી કરી શકે છે અને પ્રી ઓર્ડર કરનાર કસ્ટમર્સને 3000 રૂપિયાનું વાઉચર આપવામાં આવશે.
આ સ્માર્ટફોનમાં 6.42 ઇંચની AMOLED ડિસ્પ્લે રાખવામાં આવી છે અને તેનો એસ્પેક્ટ રેશિયો 19:5:9 છે એટલે કે સ્ક્રીન ટૂ બૉડીનું પ્રતિશત 93.8 છે. આ સ્માર્ટફોનમાં ક્વૉલકૉમનું ફ્લેગશિપ પ્રોસેસર સ્નેપડ્રેગન 845 ઑક્ટાકોર આપવામાં આવ્યું છે જેમાં 8GB RAM અને ઇન્ટરનલ મેમરી 256GB છે.
ફોટોગ્રાફી માટે ડ્યૂઅલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે જેને કંપની પૉપ અપ કેમેરા કહેવામાં આવે છે. એક લેન્સ 16 મેગાપિક્સલનો છે જ્યારે બીજો 20 મેગાપિક્સલનો છે. સેલ્ફી માટે 25 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ડ્યૂઅલ કેમેરામાં સ્લાઇડર આપવામાં આવ્યુ છે જેને તેમે સ્લાઇડ કરી શકો છો.
આ સ્માર્ટફોનમાં 3 730mAhની બેટરી આપવામાં આવી છે અને ફાસ્ટ ચાર્જિંગ માટે ઓપોએ જેમાં Super VOOC Flash Charge ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. આ રીતે માત્ર 35 મિનિટમાં જ ફોન ચાર્જ કરી શકાશે. કંપનીએ દાવો કર્યો છે કે માત્ર 5 મિનિટમાં ફોન ચાર્જ કરીને 2 કલાકનો ટૉકટાઇમ મેળવી શકો છો.
કનેક્ટિવિટી માટે તેમાં ડ્યૂઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે અને જે Android 8.1 પર ચાલે છે. આ સ્માર્ટફોન બોર્ડેક્સ રેડ અને ગ્લેશિયર બ્લૂ કલરના ઑપ્શનમાં ઉપલબ્ધ છે. આ સિવાય Wifi GPS બ્લૂટૂથ જેવા ફિચર્સ આપ્યા છે.
ટૂંક સમયમાં ભારતમાં Vivo પોતાનો ફ્લેગશિપ Nex લોન્ચ કરવાની તૈયારીમાં છે જે ફૂલ વ્યૂ ડિસ્પ્લે ધરાવે છે અને જેમાં સેલ્ફી માટે પૉપ અપ કેમેરા આપવામાં આવ્યો છે અને જે સેલ્ફી ક્લિક કર્યા પછી પોતાની જાતે જ અંદર જતો રહેશે.