Oppoએ ગત અઠવાડિયામાં Oppo F9 Proની સાથે Oppo F9 લોન્ચ કર્યો છે. કંપનીએ શનિવારે એટલે કે આજે ફ્લિપકાર્ટ એમેઝોન અને પાર્ટનર ઑફલાઇન સ્ટોર્સ પર ફોનનું વેચાણ શરૂ કર્યુ છે. Oppo F9 સ્માર્ટફોન Oppo F9 Proથી સસ્તું મોડલ છે. Oppo F9માં 4GB RAM અને 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે.
ભારતમાં Oppo F9 ની કિંમત 19990 રૂપિયા છે. ફોનમાં 4GB RAM અને 64GB સ્ટોરેજ આપવામાં આવ્યુ છે. આ ફોન 2 કલર વેરિયન્ટ્સ મિસ્ટ બ્લેક અને સ્ટેલર પર્પલ કલરમાં ઉપલબ્ધ છે. Oppo F9 Proની ભારતમાં કિંમત 23990 રૂપિયા છે. આ ફોન 6GB RAM અને 64GB સ્ટોરેજ સાથે આવશે.
Oppo F9માં 6.3 ઇંચની ફૂલ HD+ ડિસ્પ્લે છે. જેનું રિઝોલ્યુશન 1080 x 2280 છે જેનો એક્સપેક્ટ રેશ્યો 19.5:9 છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 8.1 ઓરિયો ઑપરેટિંગ સિસ્મટ પર કામ કરે છે. હેન્ડસેટમાં ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો P60 પ્રોસેસર છે. 64GB ઇનબિલ્ટ સ્ટોરેજને માઇક્રો SD કાર્ડ દ્વારા 256GB સુધી વધારી શકાય છે. Oppo F9માં આગળ ફિંગર પ્રિન્ટ સેન્સર છે.
આ ફોન ડ્યૂઅલ સિમને સપોર્ટ કરે છે. Oppo F9માં અપર્ચર f/1.85 LED ફ્લેશ સાથે 16 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલ સેકન્ડરી સેન્સર છે. ફોનમાં સેલ્ફી માટે 16 મેગાપિક્સલ કેમેરા છે. ફોનમાં પાવર માટે 3500 mAHની બેટરી આપવામાં આવી છે. જ્યારે કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો 4G VoLTE Wifi બ્લૂટૂથ GPS અને માઇક્રો USB પોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોનની ખાસ વાત છે કે ફોન સાથે VOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે જેની મદદથી 5 મિનિટ સુધી બેટરી ચાર્જ કરવાથી 2 કલાક સુધી ફોન વાપરી શકાશે.