Oppoએ પોતાના મિડ રેન્જ A સીરીઝ લાઇન અપમાં નવો સ્માર્ટફોન Oppo A31 લોન્ચ કર્યો છે. હાલ તેને માત્ર ઇન્ડોનેશિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. Oppo A31 2020 સ્માર્ટફોનમાં Media Tek Helio P35 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
Oppo એ નવો સ્માર્ટફોન Oppo A31 લોન્ચ કર્યો
Oppo A31 સ્માર્ટફોનમાં Media Tek Helio P35 પ્રોસેસર આપવામાં આવ્યું
તેમા 6.5 ઇન્ચ HD + (720x 1600 પિક્સલ) ડિસપ્લે આપવામાં આવી છે
Oppo A31 2020ની કિંમત IDR 25,99,000 (લગભગ 13,500 રૂપિયા) રાખવામાં આવી છે અને આ હાલ ઇન્ડોનેશિયામાં જ લોન્ચ કરાયો છે. ગ્રાહકોને આ સ્માર્ટફોન મિસ્ટ્રી બ્લેક અને ફેન્ટેસી વાઇટ કલર ઑપ્શનમાં ઉપલબ્ધ હશે. હાલ બીજા બજારોમાં તેની લોન્ચિંગને લઇને કોઇ જાણકારી આપવામાં આવી નથી.
Oppo A31ના સ્પેસિફિકેશન્સ
આ સ્માર્ટફોન એક મિડ રેન્જ સ્માર્ટફોન છે અને તેમા ડુઅલ-સિમ (નેનો) સપોર્ટની સાથે Media Tek Helio P35 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન 4 GB રેમ અને 1.28 GB સ્ટોરેજની સાથે આવે છે. અન્ય સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમા 6.5 ઇન્ચ HD + (720x 1600 પિક્સલ) ડિસપ્લે, 4230 mAh બેટરી અને રિયર ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
હવે વાત કરવામાં આવે ફોટોગ્રાફીની તો, Oppo A31 (2020) ના રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપેલ છે. આ સેટઅપનો પ્રાઇમરી કેમેરો 12 MPનો છે. સાથે જ અહીં 2 MPનો મેક્રો કેમેરો અને 2 MP નો ડેપ્થ સેન્સર પણ આપવામાં આવ્યું છે. તેનો ફ્રન્ટ કેમેરો 8 MPનો છે. આ કેમેરો વાટરડ્રૉપ સ્ટાઇલ વાળા નૉચમાં પ્લેસ કરાયો છે.
કનેક્ટિવિટીના મામલે તેમા 4G/LTE, Wi-Fi અને બ્લૂટૂથ 5.0નો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમા માઇક્રો USB પોર્ટ અને 3.5 mm હેડફોન જેકનો સપોર્ટ આપવામાં આવ્યો છે.