બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિદેશ સચિવની છોકરીનો મોબાઈલ નંબર વાયરલ થયો, 'સંસ્કારી ગુંડાઓ'એ કર્યું આઘાતજનક કામ, નફરત થશે
Last Updated: 09:42 AM, 13 May 2025
ભારત સરકાર વતી પાકિસ્તાન સાથે યુદ્ધવિરામની જાહેરાત કરનાર વિદેશ સચિવ વિક્રમ મિસરી અને તેમના પરિવાર સાથે 'સંસ્કારી ગુંડાઓ'એ જે કામ કર્યું તે જાણીને ભારે આઘાત લાગશે. ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામની જાહેરાત ભારતમાં ઘણા લોકોને હજમ થઈ લાગતી નથી. સોશિયલ મીડિયા પર યુઝર્સ યુદ્ધની ઇચ્છા રાખી રહ્યા હતા. યુદ્ધવિરામની જાહેરાત બાદ ઘણા યૂઝર્સે યુદ્ધવિરામની જાહેરાત કરનાર ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને તેમના પરિવારને અડફેટે લીધો. સોશિયલ મીડિયાના યૂઝર્સે વિક્રમ મિસરીને ટ્રોલ કર્યાં અને ત્યાં સુધી કે તેમની છોકરીનો મોબાઈલ નંબર પણ વાયરલ કરી નાખ્યો અને દેવાય તેટલી ગાળો ભાંડી હતી.
ADVERTISEMENT
अब तो हद हो गई है — अब संस्कारी प्रचारतंत्र विदेश सचिव विक्रम मिस्री @VikramMisri को ट्रोल कर रहा है? तुम्हें ज़रा भी शर्म नहीं आती?
— Abhisar Sharma (@abhisar_sharma) May 11, 2025
विक्रम मिस्री वही व्यक्ति हैं जो इस संकट में भारत की कूटनीतिक छवि को दुनिया के सामने मजबूती से रख रहे थे। वो भारत का चेहरा थे इंटरनेशनल स्तर पर,… pic.twitter.com/xfTpulPO06
વિક્રમ મિસરીને એકાઉન્ટ લોક કરવું પડ્યું
ADVERTISEMENT
એટલી બધી ગાળો પડી કે વિદેશ સચિવને પોતાનું ટ્વિટર એકાઉન્ટ પણ લોક કરવું પડ્યું હતું.
બોલિવૂડ સ્ટાર્સ વિક્રમ મિસરીના સપોર્ટમાં
બોલિવૂડ સ્ટાર્સ અનુપમ ખેર અને વિવેક ઓબેરોયે સોશિયલ મીડિયા પર ટ્રોલ આર્મીની ટીકા કરી છે.અનુપમ ખેરે વિક્રમ મિશ્રીના સમર્થનમાં કહ્યું, પ્રિય વિક્રમ મિશ્રી, ટીવી સ્ક્રીન પર કે સોશિયલ મીડિયા પર તમને જોવું આપણા ભારતીયો માટે ગર્વ અને રાહતની વાત છે. તમારી બ્રીફિંગ ખૂબ જ શક્તિશાળી અને આત્મવિશ્વાસપૂર્ણ હતી. જય હિન્દ. બીજી તરફ, વિવેક ઓબેરોયે પણ વિક્રમ મિશ્રીને ટેકો આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયાએક્સ પર લખ્યું, સોશિયલ મીડિયા પર ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને તેમના પરિવારને નિશાન બનાવવું સંપૂર્ણપણે નિંદનીય છે. તેમની વિશિષ્ટ સેવા, ખાસ કરીને ઓપરેશન સિંદૂર દરમિયાન, આદરને પાત્ર છે, અનાદરને પાત્ર નથી. અમે તેમની સાથે ઉભા છીએ. કૃપા કરીને અપમાનજનક વર્તન કરવાથી દૂર રહો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT