બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / ઓપરેશન સિંદૂરમાં 100થી વધારે આતંકીઓનો ખાત્મો, જવાબી કાર્યવાહીથી ખુશ રાહુલ ગાંધીએ કહ્યું 'સેના...'

ઓપરેશન સિંદૂર / ઓપરેશન સિંદૂરમાં 100થી વધારે આતંકીઓનો ખાત્મો, જવાબી કાર્યવાહીથી ખુશ રાહુલ ગાંધીએ કહ્યું 'સેના...'

Last Updated: 09:42 AM, 7 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Operation Sindoor : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું, 'અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ, કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુને કહ્યું હતું કે, પાકિસ્તાન અને Pokમાંથી ઉદ્ભવતા તમામ પ્રકારના આતંકવાદ સામે ભારતની એક મજબૂત રાષ્ટ્રીય નીતિ

Operation Sindoor : ભારત દ્વારા પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર પછી સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે અને દરેક વ્યક્તિ ભારતીય સેનાની બહાદુરીની પ્રશંસા કરી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ સેનાની બહાદુરીની પ્રશંસા કરી અને કહ્યું કે અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું, 'અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ છે. જય હિંદ! રાહુલ ગાંધી પહેલાં, કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુને કહ્યું હતું કે, પાકિસ્તાન અને પીઓકેમાંથી ઉદ્ભવતા તમામ પ્રકારના આતંકવાદ સામે ભારતની એક મજબૂત રાષ્ટ્રીય નીતિ છે.

તેમણે પોસ્ટમાં આગળ લખ્યું, અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે જેમણે પાકિસ્તાન અને Pok માં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે. અમે તેમના દૃઢ નિશ્ચય અને હિંમતને બિરદાવીએ છીએ. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, પહેલગામ આતંકવાદી હુમલાના દિવસથી કોંગ્રેસ સરહદ પારના આતંકવાદ સામે કોઈપણ નિર્ણાયક કાર્યવાહી કરવામાં સશસ્ત્ર દળો અને સરકારની સાથે ઉભી રહી છે. તેમનું કહેવું છે ક, એકતા એ સમયની માંગ છે અને કોંગ્રેસ આપણા સશસ્ત્ર દળોની સાથે ઉભી છે. આપણા નેતાઓએ ભૂતકાળમાં રસ્તો બતાવ્યો છે અને આપણા માટે રાષ્ટ્રીય હિત પ્રથમ આવે છે.

9 આતંકવાદી છાવણીઓનો નાશ કરાયો

હકીકતમાં ભારતે મંગળવારે મોડી રાત્રે હવાઈ હુમલા કરીને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો હતો. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓને નિશાન બનાવી. આ એક લક્ષ્યાંકિત માપેલ અને બિન-ઉશ્કેરણીજનક કાર્યવાહી હતી.

સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઓપરેશન સેના, વાયુસેના અને નૌકાદળના સંયુક્ત પ્રયાસ તરીકે કરવામાં આવ્યું હતું જેમાં ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી માળખાને નિશાન બનાવ્યું હતું જ્યાંથી ભારત વિરુદ્ધ હુમલાઓનું આયોજન અને નિર્દેશન કરવામાં આવતું હતું. પાકિસ્તાને દાવો કર્યો હતો કે, ભારતીય હુમલામાં 6 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો અને આઠ લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આ હુમલાને યુદ્ધનું કૃત્ય ગણાવ્યું અને કહ્યું કે, અમને તેનો યોગ્ય જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે.

મધ્યરાત્રિએ પાકિસ્તાનમાં અરાજકતા

આ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં અરાજકતા ફેલાઈ ગઈ. ભારતના હુમલાઓએ લાહોર, પંજાબથી પીઓકે સુધી ગભરાટ ફેલાવ્યો. ભારતીય મિસાઇલ વિસ્ફોટોના કંપન ઇસ્લામાબાદ સુધી અનુભવાયા. ભારતીય વાયુસેનાએ આ હુમલો કર્યો. રાફેલ અને સુખોઈએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર બોમ્બ ફેંક્યા હતા. આ ઓપરેશન સિંદૂરની સંપૂર્ણ કમાન્ડ NSA અજિત ડોભાલ પાસે હતી. ઓપરેશન સિંદૂરનો આદેશ અજિત ડોભાલે આપ્યો હતો. જોકે પીએમ મોદી આખી રાત જાગતા રહીને તેના પર નજર રાખી રહ્યા હતા. અજિત ડોભાલ દરેક ક્ષણે આ ઓપરેશન વિશે સતત માહિતી આપી રહ્યા હતા. ભારતના આ હુમલાની ખાસ વાત એ છે કે ફક્ત આતંકવાદી ઠેકાણાઓને જ નિશાન બનાવવામાં આવ્યા હતા.

7 મે ઓપરેશન સિંદૂર

ઓપરેશન સિંદૂરનો પાયો NTRO એટલે કે નેશનલ ટેકનોલોજી રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા નાખવામાં આવ્યો હતો. તેનું કામ પાકિસ્તાન અને પીઓકેમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓને ઓળખવાનું હતું. આ સ્થળો પર દેખરેખ રાખવામાં આવી હતી. આ પછી એક યોજના બનાવવામાં આવી. પાકિસ્તાન પર હુમલો કરવાનો છેલ્લો કોલ NSA અજિત ડોભાલે લીધો હતો. પીએમ મોદીએ તેને મંજૂરી આપી. આ પછી 7 મેની રાત્રે લગભગ 1 વાગ્યે પાકિસ્તાન રાખ થઈ ગયું. ભારતે મુરિદકે, મુઝફ્ફરાબાદ અને કરાચીમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. ઓપરેશન સિંદૂરનું નામ એ મહિલાઓના સિંદૂરથી પ્રેરિત હતું જેમના પતિ આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા. હિમાંશી નરવાલ અને શુભમની પત્નીના સિંદૂરનો હિસાબ હવે મળી ગયો છે.

કેવી રીતે કરાયું ઓપરેશન સિંદૂરનું પ્લાનિંગ?

  • પહેલગામ હુમલા પછી તરત જ શરૂ કરાયું હતું ઓપરેશન સિંદૂરનું પ્લાનિંગ
  • પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં બોલાવાઇ હતી બેઠક
  • ઓપરેશનની કમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે સંભાળી
  • એરફોર્સ, નેવી અને આર્મીના સતત સંપર્કમાં હતા અજીત ડોભાલ
  • પાકિસ્તાનની અંદર ચાલતા હાઇવેલ્યૂ ટેરર કેમ્પસ શોધવા અપાયા સૂચન
  • પાકિસ્તાનના કોઇપણ સ્થળે આવેલા આતંકીઓના કેમ્પ શોધી કઢાવા અપાયો આદેશ
  • સમગ્ર ઓપરેશનની જવાબદારી અજીત ડોભાલે પાર પાડી
  • સેનાએ વીરતાથી તમામ ટાર્ગેટ કર્યા ધ્વસ્ત

વધુ વાંચો : Photos: હવે જોઇએ છે પુરાવો? તો એકવાર એર સ્ટ્રાઇકના આ ફોટોઝ પર નજર મારી લેજો

આતંકીઓને શોધવામાં ભારત સફળ

  • ભારતે NTRO(નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)ની મદદથી આતંકીઓને કર્યા ટ્રેક
  • NTROએ આતંકીઓ છૂપાયાની આપી માહિતી
  • હુમલામાં આતંકી કમાન્ડર ઠાર થયાની સંભાવના
  • ભારતે આતંકવાદી ઠેકાણાઓને કર્યા ધ્વસ્ત
  • ઓપરેશન સિંદૂરથી પહેલગામ હુમલાનો લીધો બદલો

NTRO શું છે?

  • NTRO ભારતની એક ગુપ્ત એજન્સી છે
  • NTROનું આખું નામ નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન છે
  • આ એજન્સી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) અને પ્રધાનમંત્રી કાર્યાલય માટે કામ કરે છે(PMO) કરે છે
  • તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઉચ્ચ સ્તરીય ટેક્નિકલ ગુપ્ત માહિતી એકત્ર કરવાની છે
  • એજન્સીનો ઉપયોગ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે
  • ખાસ આતંકવાદ, સાયબર હુમલાઓ અને સરહદ પારના ખતરાઓનો સામનો કરવાનો છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Operation Sindoor Rahul Gandhi India-Pakistan War
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ