બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'દુશ્મન શાંતિથી કેમ સૂઈ શકતા નથી...', આદમપુર એરબેઝની મુલાકાત વચ્ચે PM મોદીનો સ્પષ્ટ સંદેશ

ઓપરેશન સિંદૂર / 'દુશ્મન શાંતિથી કેમ સૂઈ શકતા નથી...', આદમપુર એરબેઝની મુલાકાત વચ્ચે PM મોદીનો સ્પષ્ટ સંદેશ

Priykant Shrimali

Last Updated: 02:46 PM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Operation Sindoor : ઓપરેશન સિંદૂર બાદ અચાનક આદમપુર એરબેઝ પહોંચ્યા PM મોદી, તસવીરો શેર કરતાં જ દુશ્મનોને મળી ગયો મોટો મેસજ

Operation Sindoor : ભારતના ઓપરેશન સિંદૂરની સફળતા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે અચાનક પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા. અહીં તેઓ વાયુસેનાના યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યા અને તેમનું મનોબળ વધાર્યું અને સૈનિકો સાથે એક કલાકથી વધુ સમય રહ્યા. આ દરમિયાન સૈનિકોનો ઉત્સાહ ખૂબ જ હતો અને PM મોદીની સામે 'ભારત માતા કી જય'ના નારા લાગ્યા. આદમપુર એ જ એરબેઝ છે જેના પર પાકિસ્તાને ખોટો દાવો કર્યો હતો કે, તેણે હુમલો કર્યો છે.

તસવીરમાંથી દુશ્મનોને સ્પષ્ટ સંદેશ

મળતી માહિતી મુજબ PM મોદી સવારે લગભગ 7 વાગ્યે પાલમથી વાયુસેનાના વિમાનમાં ઉડાન ભરીને આદમપુર પહોંચ્યા. સુરક્ષા કારણોસર આ મુલાકાત ગુપ્ત રાખવામાં આવી હતી અને હવે કેટલીક તસવીરો સામે આવી છે જેમાં PM મોદી સૈનિકો સાથે વાતચીત કરતા જોઈ શકાય છે. આ દરમિયાન PM મોદી ઓપરેશન સિંદૂરમાં સામેલ સૈનિકોને પણ મળ્યા. આ પ્રવાસની એક તસવીર પણ સામે આવી છે જેમાં PM મોદીની પાછળ એક ખાસ સંદેશ છે.

આ તસવીરમાં લખ્યું છે કે," કેમ દુશ્મન દેશના પાઇલટ્સ શાંતિથી સૂઈ શકતા નથી'. આ સંદેશની સાથે પૃષ્ઠભૂમિમાં એક મિગ-29 ફાઇટર જેટનો ફોટો છે અને આગળ PM મોદી વાયુસેનાની ટોપી પહેરીને ઉભા રહેલા જોવા મળે છે. આ તસવીર દ્વારા ઓપરેશન સિંદૂરની આખી વાર્તા કહેવામાં આવી રહી છે કે, ભારતીય સેનાએ પાકિસ્તાનને કેવી રીતે મુશ્કેલ સમય આપ્યો છે.

વધુ વાંચો : ઓપરેશન સિંદૂર બાદ ભારતીય સેનાનું વધુ એક મોટું ઓપરેશન, એક ઝાટકે ત્રણ આતંકીને કર્યા ઠાર

દેશની સેનાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

આ મુલાકાતનો ફોટો શેર કરતાPM મોદીએ ટ્વિટર પર લખ્યું, 'આજે સવારે મેં આદમપુર એરબેઝની મુલાકાત લીધી અને બહાદુર વાયુ યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યા.' હિંમત, દૃઢ નિશ્ચય અને નિર્ભયતાના પ્રતીક એવા સૈનિકો સાથે રહેવું ખૂબ જ ખાસ અનુભવ હતો. ભારત સશસ્ત્ર દળોએ દેશ માટે જે કંઈ કર્યું છે તેના માટે તેમનો આભારી છે. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ સમગ્ર વિશ્વને પોતાની બહાદુરી બતાવી છે. ભારતે હવાઈ હુમલા દ્વારા માત્ર 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો જ નહીં, પરંતુ પાકિસ્તાનમાં ઘૂસીને 11 એરબેઝને પણ નિશાન બનાવ્યા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi In AFS Adampur Operation Sindoor India-Pakistan War
Priykant Shrimali
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ