બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:21 AM, 13 May 2025
ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિગતો મુજબ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ સોમવારે કરાચીમાં આયોજિત "વિજય રેલી"માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમની હાજરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હકીકતમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ જે હંમેશા પોતાના જુઠ્ઠાણા માટે વિશ્વભરમાં ખુલ્લા રહે છે તેમણે વધુ એક ખોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાને ભારત સામે યુદ્ધ જીતી લીધું છે. તેમણે એમ પણ કહ્યું કે, પાકિસ્તાને યુદ્ધવિરામની વિનંતી કરી નથી. આ પછી પાકિસ્તાને "વિજય રેલી"નું આયોજન કર્યું.
ADVERTISEMENT
Shahid Afridi leading a so called 'victory rally' in Karachi.
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 12, 2025
- Just like their army, everyone is delusional. pic.twitter.com/OnHRvmbzax
શાહિદ આફ્રિદી અગાઉ ભારત સરકાર અને સશસ્ત્ર દળો વિરુદ્ધ તેમની વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે હેડલાઇન્સમાં રહી ચૂક્યા છે, ખાસ કરીને પહેલગામ આતંકવાદી હુમલા સમયે તેમણે ભારતીય સેના પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે પહેલગામ આતંકવાદી હુમલા માટે ભારતીય સેનાને જવાબદાર ઠેરવી હતી. આ હુમલામાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા. આ પછી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર મોટો હવાઈ હુમલો કર્યો. એક પછી એક 9 હવાઈ હુમલામાં આતંકવાદીઓ માર્યા ગયા.
ADVERTISEMENT
વધુ વાંચો : હવે સરળતાથી નહીં મળે બ્રિટિશ નાગરિક્તા, PM સ્ટાર્મરે નવી નીતિ કરી જાહેર, જાણો
ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો પરંતુ પાકિસ્તાન હજુ પણ તેની હાર પચાવી શક્યું નહીં. શાહિદ આફ્રિદીએ એક પછી એક ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું. રવિવારે પાકિસ્તાની સેનાની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે તે, ભારતીય આક્રમણનો નિર્ણાયક જવાબ હતો. તેમણે કહ્યું કે, નવી દિલ્હીએ ઇસ્લામાબાદને ઓછું આંક્યું છે. કરાચીના સી વ્યૂ ખાતે આયોજિત "યૌમ-એ-તશકુર" (કૃતજ્ઞતા દિવસ) રેલીમાં બોલતા આફ્રિદીએ કહ્યું કે, ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના "યુદ્ધના જુસ્સા" એ ભારતને મુશ્કેલીમાં ધકેલી દીધું છે. આફ્રિદીએ કહ્યું કે, PM મોદીને હવે ખ્યાલ આવી ગયો છે કે, પાકિસ્તાનનો સામનો કરવો કેટલો મોંઘો પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT