બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'પાકિસ્તાન........' ઇન્સ્ટાગ્રામ પર દુશ્મન દેશનું સમર્થન 19 વર્ષની છોકરીને ભારે પડ્યું, થઈ ધરપકડ
Last Updated: 09:15 AM, 10 May 2025
Operation Sindoor : ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. તાજેતરમાં જ્યારે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર ચલાવ્યું ત્યારે બદલામાં પાકિસ્તાને ભારત પર અનેક ડ્રોન હુમલા કર્યા જેને ભારતે નિષ્ફળ બનાવ્યા છે. આ બધાની વચ્ચે સરકારે પણ લોકોને અફવા નહિ ફેલાવવા અપીલની સાથે ચેતવણી આપી છે કે, જો કોઈ અફવા ફેલાવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ બધાની વચ્ચે મહારાષ્ટ્રથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અહીં યુવતીની ઇન્સ્ટાગ્રામ પર "પાકિસ્તાન ઝિંદાબાદ" લખવા બાદ ધરપકડ કરાઇ છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના પુણે શહેરના કોંધવા વિસ્તારમાં પોલીસે 19 વર્ષની એક છોકરીની ઇન્સ્ટાગ્રામ પર 'પાકિસ્તાન ઝિંદાબાદ' લખવા બદલ ધરપકડ કરી છે. આ વિદ્યાર્થી પુણેની એક કોલેજમાં અભ્યાસ કરે છે અને કોંધવાના કૌસરબાગ વિસ્તારમાં રહે છે. પોલીસ કોન્સ્ટેબલ સુભાષ જરાંડેની ફરિયાદ પર શુક્રવારે (9 મે) આ કાર્યવાહી કરવામાં આવી હતી. કોંધવા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કેસની પુષ્ટિ કરતા ડેપ્યુટી પોલીસ કમિશનર રાજકુમાર શિંદેએ જણાવ્યું હતું કે, આરોપી છોકરીની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
FIR મુજબ ભારતીય સેના દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ તાજેતરમાં કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પોલીસ સોશિયલ મીડિયા પર નજર રાખી રહી હતી . આ દરમિયાન આરોપી છોકરીની એક વાંધાજનક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર સામે આવી જેમાં અંતમાં 'પાકિસ્તાન ઝિંદાબાદ' લખેલું હતું.
કઈ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ ?
પોલીસે યુવતી પર ભારતીય દંડ સંહિતા (BNC) ની વિવિધ કલમો હેઠળ આરોપ લગાવ્યો છે જેમાં કલમ 152 (ભારતની અખંડિતતાને જોખમમાં મૂકવી), 196 (જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 197 (રાષ્ટ્રીય એકતા વિરુદ્ધ ટિપ્પણીઓ), 299 (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુથી કૃત્યો), 352 (ઇરાદાપૂર્વક અપમાન) અને 353 (જાહેર અવ્યવસ્થા ફેલાવતા નિવેદનો)નો સમાવેશ થાય છે.
આ તરફ ઘટના બાદ 'સકલ હિન્દુ સમાજ'ના કાર્યકરોએ વિરોધ કર્યો અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી. પોલીસ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે.
વધુ વાંચો : પરમાણુ હુમલા પછી તરત જ વરસાદ કેમ શરૂ થાય છે? દરેક ટીપું ઝેર જેવું કરે છે કામ
સેના વિરુદ્ધ અફવાઓ ફેલાવવાનું ટાળો અને દુશ્મન દેશનો પ્રચાર કરવાનું ટાળો
યુદ્ધની સ્થિતિમાં સેના વિરુદ્ધ અફવાઓ ફેલાવવાથી તમને જેલ પણ થઈ શકે છે. આવી ક્રિયાઓ સૈન્યના જવાનોનું મનોબળ ઘટાડે છે, જેના પરિણામો સૈનિકોને યુદ્ધ દરમિયાન ભોગવવા પડે છે. દુશ્મન દેશો પણ આવી અફવાઓ દ્વારા ફાયદો મેળવી શકે છે. આવા કિસ્સામાં જો કોઈ નાગરિક સરકારના સેનાના હાર, કોઈ વિસ્તાર પરના તેના કબજા અંગેના નિવેદનોને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કરે છે, તો તેને BNS ની કલમ 197(1) હેઠળ જેલ થઈ શકે છે. આજના યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે. યુદ્ધ દરમિયાન, જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર લશ્કરી પ્રવૃત્તિ અથવા સૈન્ય તૈનાતી વિશે માહિતી શેર કરે છે, તો તેની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આવી માહિતીને ગુપ્ત ગણવામાં આવે છે અને આવી માહિતી શેર કરવાથી ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ સજા થઈ શકે છે. યુદ્ધ દરમિયાન જો કોઈ દેશ દુશ્મન દેશને પ્રોત્સાહન આપે છે અથવા તેની પ્રશંસા કરે છે, તો તેને રાજદ્રોહ ગણવામાં આવશે. હકીકતમાં, આવું કરવાથી સેનાનું મનોબળ ઓછું થાય છે. આ સ્થિતિમાં, ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૨ હેઠળ આજીવન કેદની સજા પણ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.