બેંગ્લોરમાં ચોંકાવનારી ત્રીજી ઘટના સામે આવી છે. રેલ્વે સ્ટેશન પરથી ડ્રમમાંથી મહિલાની લાશ મળી હતી. જેનું નામ તમન્ના હોવાનું સામે આવ્યું છે.
બેંગલુરુના રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિકના ડ્રમમાંથી મળી લાશ
ઘટનાને લઈને બેંગલુરુમાં રાજકારણ ગરમાયું
ડિસેમ્બર મહિના પછી આવી ત્રીજી ઘટના
ગત સોમવારે બેંગલુરુના રેલવે સ્ટેશન પર થી ચોંકાવનારી ઘટના સામે આવી છે. રેલવે સ્ટેશન પર થી પ્લાસ્ટિકના ડ્રમમાંથી એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને લઈને બેંગલુરુમાં રાજકારણ ગરમાયું છે. કર્ણાટકમાં આગામી ચૂંટણી પહેલા કોંગ્રેસે આ ઘટનાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે શહેરમાં 'સિરિયલ કિલિંગ'ની ઘટના બની રહી છે.
બેંગલુરુમાં આ ત્રીજી ઘટના
ગયા વર્ષે ડિસેમ્બર પછી બેંગલુરુમાં આ ત્રીજી ઘટના છે. ક્યારેક ડ્રમમાં તો ક્યારેક રેલ્વે સ્ટેશનોમાંથી મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા. બીજી તરફ જો તાજા મામલાની વાત કરીએ તો સોમવારે બેંગલુરુના બાયપ્પનહલ્લી રેલ્વે સ્ટેશનના એન્ટ્રી ગેટ પાસે પડેલા ડ્રમમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે મહિલાની લાશ ડ્રમમાંથી મળી આવી હતી. ત્યારે ડ્રમ કપડાંથી ઢંકાયેલું હતું. આ કેસમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ડ્રમમાંથી જે મહિલાની લાશ મળી હતી તેનું નામ તમન્ના છે. તેના દિયરે તેની હત્યા કરી હતી. તમન્ના પર આરોપ છે કે તે તેના પતિ અફરોઝને બિહારના અરરિયામાં છોડીને બેંગલુરુમાં કોઈ અન્ય વ્યક્તિ સાથે રહેતી હતી.
બેંગલુરુમાં 4 મહિનામાં ત્રીજી ઘટના
મળતી વિગતો અનુસાર પહેલી ઘટના ગયા વર્ષે 6 ડિસેમ્બરે બેંગલુરુમાં બની હતી. આ દરમિયાન ટ્રેનમાં ડ્રમમાં એક મહિલાની લાશ મળી આવી હતી. આ વર્ષે પણ 4 જાન્યુઆરીએ આવી જ ઘટના બની હતી. બેંગ્લોરના યશવંતપુર રેલ્વે સ્ટેશન પર એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા.
'સિરિયલ કિલિંગ'ની ઘટનાનો ઇનકાર
પોલીસે અગાઉની ડ્રમ હત્યાની ઘટના સાથે કોઈ 'સિરિયલ કિલર' લિંક હોવાનો ઇનકાર કર્યો છે. રેલવે પોલીસ અધિકારી સોમલતાએ જણાવ્યું હતું કે 'આ કેસનો અગાઉના બે કેસ સાથે કોઈ સંબંધ નથી. હજુ સુધી અમને એવું કંઈ મળ્યું નથી જે સૂચવે છે કે સિરિયલ કિલર સામેલ છે.