બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / open pm jan dhan yojana account and get lots of benefits check details

સુવિધા / હજી સુધી અહીં ખાતું ન ખોલાવ્યું હોય તો જલ્દી કરો, ફ્રીમાં મળી રહ્યાં છે 1 લાખ રૂપિયા, જાણો શું કરવું

Noor

Last Updated: 10:38 AM, 19 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) અંતર્ગત ખોલાવવામાં આવેલાં અકાઉન્ટમાં ગ્રાહકોને ઘણી સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે. ચાલો જાણીએ.

 • પ્રધાનમંત્રી જન ધન યોજનામાં ગ્રાહકોને ઘણી સુવિધાઓ મળે છે
 • આ ખાતું ખોલાવવા પર 30 હજાર રૂપિયાનો જીવન વીમો મળે છે
 • આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 42.37 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે

દેશના તમામ લોકોને બેંકની સુવિધાઓ સાથે જોડવા માટે પ્રધાનમંત્રી જનધન યોજના 2014માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 42.37 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ એકદમ ગરીબ વ્યક્તિ પણ બેંક ખાતું ખોલી શકે છે. કોઈપણ બેંક શાખા અથવા વ્યવસાયિક પ્રતિનિધિ (બેંક મિત્ર)ના આઉટલેટમાં ખાતું ખોલી શકાય છે. જન ધન ખાતાના ઘણાં ફાયદા છે, જેમાંથી એક જીવન વીમા અને અકસ્માત વીમાનો પણ છે. જો તમે હજી જન ધન ખાતા સાથે કનેક્ટ થયા નથી, તો તમે ખાતું ખોલી શકો છો. ચાલો વિગતવાર જાણીએ.

1 લાખ રૂપિયાનો એક્સીડેન્ટ ઈન્શ્યોરન્સ મળે છે

પીએમ જન ધન યોજના અંતર્ગત ખાતું ખોલાવવા પર 1 લાખ રૂપિયા સુધીનો મફત અકસ્માત વીમો મળે છે. આ સિવાય આ એકાઉન્ટ પર 30,000 રૂપિયાનું આકસ્મિક મૃત્યુ વીમા કવર પણ ઉપલબ્ધ છે. આ વીમો જન ધન અકાઉન્ટ માટે મળનાર રૂપે ડેબિટ કાર્ડ પર મળે છે. તેની ચૂકવણી લાભાર્થીના મૃત્યુ પર કરવામાં આવે છે. જોકે, આ માટે પાત્રતાની શરતો પૂરી કરવી જરૂરી છે. પ્રીમિયમની ચૂકવણી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) તરફથી કરવામાં આવે છે. 

જન ધન ખાતામાં મળશે આ લાભ

 • ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની ઝંઝટ નથી
 • સેવિંગ એકાઉન્ટ જેટલું વ્યાજ મળતું રહેશે
 • મોબાઈલ બેંકિંગની સુવિધા પણ ફ્રી રહેશે
 • દરેક યુઝર્સને 2 લાખ સુધી અકસ્માત વીમા કવર
 • 10 હજાર રૂપિયા સુધીના ઓવરડ્રાફટની સુવિધા
 • કેશ ઉપાડવા અને શોપિંગ માટે રૂપે કાર્ડ મળે છે

આ સરકારી યોજનાઓનો મળશે લાભ

 • ઘણી સરકારી યોજનાઓના નાણાં સીધા ખાતામાં આવશે
 • વીમા, પેન્શન પ્રોડક્ટ્સ ખરીદવાનું સરળ થઈ જશે
 • દેશભરમાં નાણાં ટ્રાન્સફર સરળતાથી થઈ શકે છે
 • પીએમ કિસાન અને શ્રમયોગી માનધન જેવી યોજનાઓમાં પેન્શન ખાતું ખુલી જશે

કેવી રીતે ખોલાવી શકો છો જનધન એકાઉન્ટ 

જન ધન અકાઉન્ટ તમે કોઈપણ બેંકની બ્રાંચમાં જઈને ખોલાવી શકો છો. તે ઉપરાંત તમારી પાસે બેંક મિત્ર દ્વારા પણ આ અકાઉન્ટ ઓપન કરાવવાનો ઓપ્શન છે. તેમાં તમને કોઈપણ પ્રકારનું મિનિમમ બેલેન્સ રાખવાની શરત નથી. જન ધન ખાતું ખોલાવવા માટે તમારે આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ સહિત નૉ યોર કસ્ટમર (KYC)ની જરૂરિયાત પૂરી કરવા માટેના દસ્તાવેજ જમા કરાવવાના રહેશે. જો તમારી પાસે દસ્તાવેજ ન હોય, તો તમે સ્મોલ અકાઉન્ટ ઓપન કરાવી શકો છો. તેમાં સેલ્ફ-અટેસ્ટેડ ફોટોગ્રાફ અને બેંક અધિકારીની સામે તમારે હસ્તાક્ષર કરવાના રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Benefits Yojana pmjdy Facility
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ