જો તમને ઘરે બેઠા કોઈ રોકાણ વગર પૈસા કમાવવા છે તો આ તમારા માટે છે.
આધાર કાર્ડ ફ્રેન્ચાઈઝી ખોલીને કરો કમાણી
UIDAI દ્વારા આયોજીત એક પરીક્ષા કરો પાસ
ઘરે બેઠા થશે ખૂબ કમાણી
હાલના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વનું છે. આજના સમયમાં સરકારી કામોથી લઈને પ્રાઈવેટ દરેક જગ્યા પર તેની જરૂર પડે છે. એવામાં આપણે આધાર કાર્ડને ખૂબ જ સંભાળીને રાખવું પડે છે. સાથે જ તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ થવા પર સુધારો કરવા માટે કોમન સર્વિસ સેન્ટર અથવા UIDAIની ફ્રેન્ચાઈઝીમાં તમે જઈને સુધારો કરાવી શકો છો. તમે પણ આધાર કાર્ડની ફ્રેન્ચાઈઝી લઈ શકો છો.
તેના માટે શું કરવું પડશે?
જો તમે આધાર કાર્ડની ફ્રેન્ચાઈઝી લેવા માંગો છો તો તેના માટે સૌથી પહેલા તમારે UIDAI દ્વારા આયોજીત એક પરીક્ષા પાસ કરવી પડશે. ત્યાર બાદ સર્વિસ સેન્ટર ખોલવા માટે એક લાયસન્સ આપવામાં આવશે. જ્યારે તમે પરીક્ષા પાસ કરી લો તો તમારા આધાર એનરોલમેન્ટ નંબર અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવાનું રહેશે. ત્યાર બાદ કોમન સર્વિસ સેન્ટથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
જાણો કઈ રીતે કરશો એપ્લાય?
આધાર ફ્રેન્ચાઈઝી લાયસન્સ લેવા માટે તમારે NSEITની ઓફિશયલ વેબસાઈટ https://uidai.nseitexams.com/UIDAI/LoginAction_input.action પર જવું પડશે.
ત્યાં તમને Create News Userનો એક ઓપ્શન મળશે. જ્યાં ક્લિક કર્યા એક નવી ફાઈલ ખુલશે.
તેમાં તમારે Share Code એન્ટર માટે કહેવામાં આવશે. Share Code માટે તમારે https://resident.uidai.gov.in/offline-kyc પર જઈને ઓફલાઈન ઈ આધાર ડાઉનલોડ કરવાનું રહેશે.
ડાઉનલોડ થયા બાદ તમારે XML File અને Share Code બન્ને ડાઉનલોડ કરવાનું રહેશે.
એપ્લાય કરતી વખતે તમારી સ્ક્રીનમાં એક ફોર્મ ખુલશે. તેમાં જે પણ જાણકારી માંગવામાં આવી છે. તેને ભરીને સબ્મિટ કરી દો.
તમારા ફોન પર અને ઈ મેલ આઈડી પર USER ID અને Password આવી જશે. હવે તમે આ ID અને પાસવર્ડ દ્વારા Aadhaar Testing and Certificationના પોર્ટલ પર સરળતાથી લોગઈન કરી શકો છો. ત્યાર બાદ તમારા સામે Continue નો વિકલ્પ આવશે. તેના પર ક્લિક કરો.
નેક્સ્ટ સ્ટેપમાં તમારી સામે વધુ એક ફોર્મ ખુલશે. જેમાં માંગવામાં આવેલી જાણકારી ભરી લો. તેની સાથે તમારી તસ્વીર અને ડિજિટલ શાહી અપલોડ કરી દો. ત્યાર બાદ ફરી એક વખત ચેક કરી લો કે તમે જે ડિટેલ્સ ભરી છે તે સાચી છે કે નહીં, પછી Proceed to submit form પર ક્લિક કરી લો.
અંતે અહીં કરવાનું રહેશે પેમેન્ટ
ઉપર આપેલી દરેક પ્રોસેસ પુરી કર્યા બાદ તમારે પેમેન્ટ કરવાનું રહેશે. તેના માટે તમારે વેબસાઈટના Menuમાં જઈને પેમેન્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. જેમાં પેમેન્ટ કર્યા બાદ તમારે Please Click Here to generate receipt પર ક્લિક કરીને રીસીપ્ટ ડાઉનલોડ કરવાની રહેશે.