ક્રૂડ ઓઈલ ઉત્પાદન પરના આકરા પ્રતિબંધો હળવા કરવાની પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની વિનંતી સ્વીકારવાનો ઓપેક દેશોએ ઈન્કાર કર્યો છે.
ભારતે ઓપેક દેશોને ક્રુડ ઓઈલનો સપ્લાય વધારવાનું જણાવ્યું હતું
ક્રુડ ઓઈલનો સપ્લાય વધારવાનો કે પ્રતિબંધો હળવા કરવાનો ઓપેકનો ઈન્કાર
આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નહીં થાય તેવા સંકેત
ઓપેકના આ ઈન્કાર બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો છે.
ક્રૂડ ઓઈલ પરના પ્રતિબંધો હળવા કરવાની તથા તેનો સપ્લાય વધારવાની ભારતની માગને માનવાને બદલે ઉલટાનું ઓપેક દેશોએ ભારતને અરીસો દેખાડ્યો છે. ઓપેકે કહ્યું કે ભારતે ગત વર્ષે અમારી પાસેથી સસ્તુ ઓઈલ ખરીદીને સંગ્રહી રાખ્યું છે, તેને ભંડારમાંથી બહાર કાઢવું જોઈએ અને લોકોને સસ્તા ભાવે પૂરુ પાડવું જોઈએ. સાઉદી અરેબિયા ઓપેક દેશોનો એક સભ્ય છે. ક્રૂડ ઓઈલનો સપ્લાય ન વધારવાના ઓપેક જૂથના દેશોના નિર્ણય બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમતમાં 1 ટકાના વધારા સાથે 67.44 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.
ભારતે ખૂબ સસ્તા ભાવે અરેબિયા પાસેથી ક્રુડ ખરીદ્યું હતું
ભારતની વિનંતીના જવાબમાં સાઉથ અરેબિયાના ઓઈલ મિનિસ્ટર પ્રિન્સ અબ્દુલાઝીઝ બીન સલમાને પ્રેસ કોન્ફન્સમાં જણાવ્યું કે નવી દિલ્હીએ ગત વર્ષે અત્યંત સસ્તા ભાવે ખરીદેલું ક્રૂડ તેના સ્ટોરેજમાંથી બહાર કાઢવું જોઈએ અને તેનો ઉપયોગ કરવો જોઈએ.
ત્રણ ભંડારોમાં જમા છે ક્રુડ
ભારતે ગત વર્ષના એપ્રિલ-મેમાં બેરલ દીઠ 19 ડોલરના ભાવે 16.71 મિલિયન ક્રુડ ઓઈલ ખરીદ્યું હતું અને તેને ત્રણ ભંડાર આંધ્રના વિશાખાપટ્ટનમ અને મેંગ્લોર અને કર્ણાટકના પાડુર રિઝર્વમાં જમા કર્યું હતું. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 21 સપ્ટેમ્બર 2020 ના રોજ રાજ્યસભામાં એક લેખિત સવાલના જવાબમાં આ વાત જણાવી હતી. ઓપેક દેશના નિર્ણયથી સ્પસ્ટ થયું છે એપ્રિલમાં ઓફેક દેશ ક્રુડ ઓઈલનો સપ્લાય નહીં વધારે અને જો સપ્લાય નહીં વધે તો ભાવ પણ નહીં ઘટે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા સરવાળે ત મામ ચીજવસ્તુઓ મોંઘી થશે.