સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાપર્ણને માત્ર 50 દિવસ બાકી, કામ પૂર્ણતાના આરે 

By : vishal 04:00 PM, 12 September 2018 | Updated : 04:00 PM, 12 September 2018
સરદાર પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાપર્ણને હવે માત્ર માત્ર 50 દિવસ જેટલો સમય બાકી છે. સરદાર સરોવર નર્મદા ડેમ જેનું ભુમીપુજન પ્રથમ વડાપ્રધાન નહેરુએ કર્યું હતું. જ્યારે લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

સરદાર વલ્લભાઇ પટેલની વિશાળકાય પ્રતિમા બનાવવાનું સ્વપ્ન નરેન્દ્ર મોદીએ જોયું હતું અને તે હવે પૂર્ણતાને આરે છે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ 87 ટકા ઉપર થઈ ગયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 3500 કરતા વધારે કામદારો કામ કરી રહ્યા છે.

સ્ટીલ અને કોંક્રીટનું કામ પૂરું થતા 8થી 10 ટન વજનના બ્રોન્ઝના પડ લગાડવાનું શરૂ થઈ ગયા છે. સરદાર પટેલની જન્મ જ્યંતી 31 ઓક્ટોમ્બરના રોજ છે. જેને હવે માત્ર દોઢ મહિના કરતા ઓછો સમય બાકી છે. ત્યારે દિવસ રાત કામ ચાલે છે.

ઉલ્લેખનીય છે કે, કુલ 2989 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે અને દેશના વડાપ્રધાનનો આ ડ્રિમ પ્રોજેક્ટ છે. કારણ કે, સરદાર પટેલની આ 182 મીટર ઉંચી પ્રતિમા ઝડપથી બને તે માટે તેવો જાતે ખાસ ધ્યાન રાખી રહ્યા છે. જેના કારણે અત્યાર સુધીમાં રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી એક મહિનામાં બે વખત આવી ગયા અને અત્યાર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 87 ટકા ઉપર પૂર્ણ થયું છે. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story