બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / online way to renew your driving license know step by step process

કામની વાત / એક વર્ષમાં રિન્યૂ નહીં કરાવો તો ફરીથી બનાવડાવવું પડશે ડ્રાઈવિંગ લાયસન્સ, જાણો ઓનલાઈન એપ્લીકેશનની પ્રોસેસ

Bhushita

Last Updated: 12:03 PM, 10 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે એક વર્ષમાં ડ્રાઈવિંગ લાયસન્સને રિન્યૂ નહીં કરાવો તો ફરીથી તમે તે પ્રક્રિયાથી પસાર થશો. તમારે ફરીથી નવું લાયસન્સ કે લર્નિંગ લાયસન્સ બનાવવાનું રહેશે.

 • સમયસર રિન્યૂ કરાવી લો તમારું ડ્રાઈવિંગ લાયસન્સ
 • જાણો સરળ ઓનલાઈન પ્રોસેસ
 • આરટીઓ જવાની પણ નહીં પડે જરૂર

 
સડક પર ગાડી ચલાવતી સમયે ડ્રાઈવિંગ લાયસન્સની જરૂર રહે છે તે આપણે સૌ જાણીએ છીએ. તેના વિના ગાડી ચલાવવાનું અનેક વાર ખિસ્સું ખાલી કરવા બરોબર છે. તમને ખ્યાલ જ હશે કે તમારું ડ્રાઈવિંગ લાયસન્સ 20 વર્ષ સુધી વેલિડ છે. જો તમે ડ્રાઈવિંગ લાયસન્સની વેલિડિટી ખતમ થઈ છે તો તમારી પાસે એક વર્ષનો સમય છે. જો તમે એક વર્ષમાં ડ્રાઈવિંગ લાયસન્સ નહીં બનાવો તો તમે ફરીથી લર્નિંગ લાયસન્સ બનાવડાવી શકો છો. આ માટે પરમેનન્ટ લાયસન્સ બનશે. એવામાં તેની વેલિડિટી ખતમ થતા પહેલા લાયસન્સ રિન્યૂ કરાવી લો તે જરૂરી છે. 

નહીં જવું પડે  RTO 
જો તમારું ડ્રાઈવિંગ લાયસન્સ એકસપાયર થઈ ગયું છે તો તમારે તેને કોરોના મહામારીમાં રિન્યૂ કરાવવા જવું પડશે નહીં. તમારી પાસે તેને ઓનલાઈન રિન્યૂ કરાવવાનો ઓપ્શન છે. ડ્રાઈવિંગ લાયસન્સને ઓનલાઈન કઈ રીતે એપ્લાય કરી શકો છો તેને વિશે જાણી લો તે જરૂરી છે.  


ડ્રાઈવિંગ લાયસન્સને રિન્યૂ કરાવવા માટે ઓનલાઈન કરી લો એપ્લાય

 • ડ્રાઈવિંગ લાયસન્સ માટે ઓનલાઈન એપ્લાય કરવા માટે સૌ પહેલા પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની વેબસાઈટ પર જાઓ. 
 • લેપટોપ કે કમ્પ્યુટર પર  Parivahan.Gov.In ટાઈપ કરો.
 • હવે તમારું રાજ્ય અને શહેર પસંદ કરો. 
 • અહીં લાયસન્સ રિન્યૂના ઓપ્શન પર ક્લિક કરો.  
 • આટલું કર્યા બાદ તમે એપ્લીકેશન ફોર્મમાં તમારી માંગેલી ડિટેલ્સ ભરો.
 • અહીં ઓળખપત્ર, બર્થ સર્ટિફિકેટ, એડ્રેસ પ્રૂફ અને ફોટો સાઈનને અપલોડ કરો.  
 • અહીં તમારી પાસે હવે ફી ભરવાનું ઓપ્શન આવશે. અહીં દેખાડવામાં આવે તે રકમ ફી રૂપે જમા કરો.  
 • આ પ્રોસેસ પૂરી થાય પછી રિસિપ્ટને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કાઢી લો.  
   

સંકળાયેલા મુદ્દાઓ

Driving Licence Utility News online process આરટીઓ ઓનલાઈન પ્રોસેસ કામની વાત ડ્રાઈવિંગ લાયસન્સ યૂટિલિટી renew your driving license
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ