બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / online transfers of money will be able to do 24 hours a day rbi is bringing new regulation

બેંકિંગ / 24*7 કરી શકશો પૈસા ઑનલાઇન ટ્રાન્સફર, RBI લાવી રહી છે નવો ટ્રાન્ઝેક્શન નિયમ

vtvAdmin

Last Updated: 02:42 PM, 16 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રિઝર્વ બેંકે પોતાના વિઝન ડૉક્યૂમેન્ટમાં સતત 24*7 NEFT જેવી મની ટ્રાન્સફર સુવિધા આપવા, મની ટ્રાન્સફરની સીમા વધારવા, રજાના દિવસે પણ ટ્રાન્સફર જેવી ઘણી સુવિધાઓ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે પોતાના વિઝન ડૉક્યૂમેન્ટમાં સતત 24*7 NEFT જેવી મની ટ્રાન્સફર સુવિધા આપવા, મની ટ્રાન્સફરની સીમા વધારવા, રજાના દિવસે પણ ટ્રાન્સફર જેવી ઘણી સુવિધાઓ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 

દેશમાં ઓછી રોકડ વાળી અર્થવ્યવસ્થાના લક્ષ્યને ધ્યાનમાં રાખતા ભારતીય રિઝર્વ બેંકે સુરક્ષિત, સુવિધાજનક, ફાસ્ટ અને સસ્તી ઇ ચુકવણી પ્રણાલીને લઇને એક વિઝન દસ્તાવેજ જારી કર્યો છે. આ દસ્તાવેજમાં રિઝર્વ બેંકે સતત 24*7 નેશનલ ઇલેક્ટ્રૉનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT) જેવી મની ટ્રાન્સફર સુવિધા આપવા, મની ટ્રાન્સફરની સીમા વધારવા, રજાના દિવસે પણ ટ્રાન્સફર જેવી ઘણી સુવિધાઓ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 

ભારતમાં ચુકવણી અને સેટલમેન્ટ સિસ્ટમ: વિઝન 2019 2021 દસ્તાવેજ બુધવારે જારી કરતા રિઝર્વ બેંકે દેશમાં ઇ ચુકવણીના અનુભવને સારા બનાવવા અને ઉચ્ચ ડિજીટલ અને ઓછી રોકડ વાળા સમાજ બનાવવાની દિશામાં આ પગલું ભર્યું છે. આ વિઝન દસ્તાવેજમાં રિઝર્વ બેંકે કહ્યું છે, 'NEFTમાં ઘણી નવી વિશેષતાઓ જોડવા પર પણ વિચાર કરવામાં આવશે.'

નોંધનીય છે કે હાલ રાતે NEFT થી ટ્રાન્સફર થઇ શકતું નહતું અને બેંક બંધ હોય એ દિવસે એટલે કે રવિવારે પણ મની ટ્રાન્સફર થઇ શકતા નહતા. શનિવારે પણ NEFT નું ટ્રાન્સફર થોડાક કલાક માટે જ થતું હતું. મોટી રકમ માટે RTGS થી ટ્રાન્સફર પણ સવારથી સાંજ સુધી જ થતું હતું. જો કે 24 કલાક મની ટ્રાન્સફરની સુવિધા ઇમીડિએટ પેમેન્ટ સર્વિસથી થતી રહે છે. 

આ દસ્તાવેજ દેશમાં ઑનલાઇન ચુકવણી પ્રણાલીમાં આવનાર બે વર્ષ દરમિયાન થનારી ભારે વૃદ્ધિને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકને આશા છે કે ડિસેમ્બર 2021 સુધી દેશમાં ડિજીટલ માધ્યમોથી થતી લેણદેણ ચાર ગણાથી પણ વધારે વધીને 8707 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Bank NEFT RBI RTGS business Banking
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ