બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Tech & Auto / ઓનલાઈન સ્કેમ પર લાગશે લગામ! દેશમાં 160થી શરૂ થતી મોબાઈલ નંબરની નવી સિરિઝ ચાલુ

સાયબર ક્રાઈમ / ઓનલાઈન સ્કેમ પર લાગશે લગામ! દેશમાં 160થી શરૂ થતી મોબાઈલ નંબરની નવી સિરિઝ ચાલુ

Last Updated: 05:22 PM, 29 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેતરપિંડી કરનારાઓ ફ્રોડ કોલ કરીને લોકોને અલગ-અલગ રીતે શિકાર બનાવી રહ્યા છે.

છેતરપિંડી કરનારાઓ દ્વારા કરવામાં આવેલા ફ્રોડ કૉલ્સ અને છેતરપિંડી કૉલ્સને ઓળખવા માટે એક નવું ટૂલ્સ વિકસાવવામાં આવ્યુ છે. સરકારે 160 થી શરૂ થતી 10-અંકની નંબરિંગ શ્રેણી બહાર પાડી છે.

ભારતમાં ફોન કોલ કૌભાંડો ઝડપથી વધી રહ્યા છે. છેતરપિંડી કરનારાઓ ફ્રોડ કોલ કરીને લોકોને અલગ-અલગ રીતે શિકાર બનાવી રહ્યા છે. સરકાર પણ આવા કૌભાંડોને રોકવા માટે ઝડપથી કામ કરી રહી છે. વધતા ફોન કોલ કૌભાંડો વચ્ચે, ટેલિકોમ વિભાગ (DoT) એ અસલી કોલ્સ અને છેતરપિંડી કરનારાઓ દ્વારા કરવામાં આવેલા કોલને ઓળખવા માટે એક નવું સાધન વિકસિત કર્યુ છે. ટેલિકોમ વિભાગે સરકાર, નિયમનકારો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા સેવા અને વ્યવહાર સંબંધિત કૉલ્સ માટે 160 થી શરૂ થતી સમર્પિત 10-અંકની નંબરિંગ શ્રેણી ફાળવી છે.

phone-card-money

બેંકો અને સરકારી વિભાગોમાંથી આવતા કોલ 160થી શરૂ થશે

ટેલિકોમ વિભાગ નાણાકીય સંસ્થાઓ અને ટેલિકોમ ઓપરેટરો દ્વારા કરવામાં આવતી સેવા અને વ્યવહાર સંબંધિત કૉલ્સ માટે એક અલગ 10-અંકનો નંબર જારી કરશે.

નવી નંબર સિરીઝ આ રીતે ડિઝાઇન

આ 10-અંકના નંબરો 160 થી શરૂ થશે અને સરકાર, નાણાકીય સંસ્થાઓ (બેંક) અને ટેલિકોમ નિયમનકારો માટે 1600ABCXXX ફોર્મેટમાં જારી કરવામાં આવશે.

AB ટેલિકોમ સર્કિલનો કોડ બતાવશે જેમ કે દિલ્હી માટે 11, મુંબઈ માટે 22 અને C ટેલિકોમ ઓપરેટરનો કોડ બતાવશે. જ્યારે XXX માં 000-999 વચ્ચેની સંખ્યાઓ દેખાશે.

તેવી જ રીતે RBI, SEBI, PFRDA (પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી) અને IRDA (ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા નિયંત્રિત નાણાકીય સંસ્થાઓ માટે 10 અંકનો નંબર 1601ABCXXX ફોર્મેટમાં જારી કરવામાં આવશે.

યૂનિક નંબરથી લોકોને મળશે જાણકારી

સત્તાવાર મેમોરેન્ડમ અનુસાર ટેલિકોમ વિભાગ દ્વારા 10-અંકની નંબર શ્રેણીને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે લોકો કોલિંગ સંસ્થાઓ તેમજ ટેલિકોમ ઓપરેટર અને કોલ ક્યાંથી આવ્યો છે તે વિશે માહિતી મેળવી શકશે.

"ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન્સ (TCCCPR) 2018 મુજબ સર્વિસ અને ટ્રાન્ઝેક્શન સંબંધિત વૉઇસ કૉલ્સ માટે એક અલગ નંબરિંગ સિરિઝ 160 ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે," સત્તાવાર નોંધમાં જણાવ્યું હતું.

વધુ વાંચોઃ ઘરમાં 24 કલાક WiFi રાઉટર On રાખવું સ્વાસ્થ્ય માટે છે હાનિકારક! જો-જો તમે તો નથી કરી રહ્યાં ને આ ભૂલ

નોંધમાં કહેવામાં આવ્યું છે કે, "TSP (ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર) 160 શ્રેણીમાંથી નંબર ફાળવતા પહેલા દરેક સંસ્થાને સંપૂર્ણ રીતે ચકાસશે. TSP એ રસ ધરાવતી સંસ્થા પાસેથી બાંયધરી મેળવવી પડશે કે તે TCCCPR 2018 મુજબ કાર્ય કરશે." 160 શ્રેણીમાંથી ફક્ત સેવા અને વ્યવહાર સંબંધિત વૉઇસ કૉલ્સ માટે જ ઉપયોગ કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Phone call scams સાયબર ક્રાઈમ કમ્પલેઈન ફોન કોલ કૌભાંડો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ