બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Extra / તમારા કામનું / ભૂલથી કોઇ બીજાના એકાઉન્ટમાં થઇ ગયું છે ઓનલાઇન પેમેન્ટ? તો અપનાવો આ ટિપ્સ, તુરંત પૈસા રિટર્ન

કામની ટિપ્સ / ભૂલથી કોઇ બીજાના એકાઉન્ટમાં થઇ ગયું છે ઓનલાઇન પેમેન્ટ? તો અપનાવો આ ટિપ્સ, તુરંત પૈસા રિટર્ન

Last Updated: 01:07 PM, 30 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે રોકડા રૂપિયા કરતાં ડિજિટલ ટ્રાન્જેક્શન વધી રહ્યું છે. પરંતુ અમુક વખત આપણાથી ખોટા UPI એડ્રેસ પર ટ્રાન્સફર થઈ જતાં હોય છે. જો આવું તમારી સાથે પણ થાય તો શું કરવું?

ભારતમાં મોટા પ્રમાણમાં હવે ડિજિટલ પેમેન્ટ થઈ રહ્યું છે. માત્ર મોટા પેમેન્ટ જ નહીં પણ માર્કેટમાં લોકો જ્યારે જાય છે ત્યારે નાના પેમેન્ટ પણ નેટ બેન્કિંગ કે UPI મારફતે કરે છે. ચાના સ્ટોલ પર ચા પીધી હોય કે મોટા મોલમાંથી ખરીદી કરી હોય હવે દરેક પેમેન્ટ ડિજિટલ મારફતે થઈ રહ્યું છે. પરંતુ અમુક વખત આ પેમેન્ટમાં મુશ્કેલી પણ આવે છે. અનેકવાર પૈસા બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ જતાં હોય છે. જેથી સવાલ ઉઠે છે કે શું આપણે ભૂલથી બીજી જગ્યાએ પેમેન્ટ કરી દીધું હોય તો તે પૈસા પરત મળે ખરા? આ પૈસા પરત મેળવવા માટે તરત જ નીચે જણાવેલ કામ કરવું જોઈએ.

વધુ વાંચો : મોદી સરકારનું ડિજિટલ ભારત! 57 ટકા વધી UPIથી લેવડ દેવડ, જાણો કઈ એપ લોકપ્રિય

જો તમે ખોટા UPI એડ્રેસ પર પૈસા ટ્રાન્સફર કરી દીધા હોય તો આ માટે RBI દ્વારા કેટલાક દિશાનિર્દેશ બનાવવામાં આવ્યા છે. તમારા પૈસા બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ ગયા હોય તો તરત જ RBIના ટોલ ફ્રી નંબર 18001201740 પર ફરિયાદ નોંધાવવી.

ફરિયાદ કર્યા બાદ બેંકમાં જવું, અને ત્યાં આ ટ્રાન્સફર વિશે જાણ કરો. બેંકમાં ટ્રાન્જેક્શન રેફરન્સ નંબર, પૈસા, તારીખ અને જેમાં પૈસા ગયા હોય તેની વિગત સાથે એક ફરિયાદનું ફોર્મ ભરો. નિયમ મુજબ બેંકોએ આવા કેસમાં તરત તપાસ કરીને 48 કલાકમાં ફરિયાદીને તેના પૈસા પરત કરવાના હોય છે. 

PROMOTIONAL 4

જો બેંક આવું ના કરે અથવા ખોટી રીતે અરજીને રદ કરી દે છે તો તમે બેન્કિંગ લોકપાલ પાસે તેની ફરિયાદ કરી શકો છો. ફરિયાદ RBIની ઑફિશિયલ વેબસાઇટhttp://bankingombudsman.rbi.org.in કરવાની હોય છે.ઉલ્લેખનીય છે કે, ખોટી જગ્યાએ પૈસા જતા રહે તો 3 દિવસની અંદર આ કાર્યવાહી કરવાની રહે છે. જેથી બેંક પણ તમને સહયોગ કરી શકે. અહીંયા બેંક જે જે વિગત માંગે તે આપવાની હોય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Digital Payment UPI Payment Digital India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ