બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / online low interest loans scam two fraudsters cyber cell team arrest Jamnagar

ભાંડો ફૂટ્યો / 'ઓછા વ્યાજે એક જ દિવસમાં લોન, કોઈ ડોક્યુમેન્ટની પણ જરૂર નથી' : આવી કોઈ વાત કરે તો રહેજો સાવધાન, ઠગબાજ બંટી-બબલી ઝડપાયા

Vishnu

Last Updated: 12:28 AM, 27 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં ઓનલાઈન ઓછા વ્યાજે લોનના નામે છેતરપીંડી કરનાર ગેંગ પકડાઈ હતી. ઓછા વ્યાજે લોનના નામે છેતરપીંડી કરનાર ગેંગને જામનગરની સાઈબર સેલની ટીમ પકડી પાડી હતી.

  • જામનગરમાંથી બંટી બબલીની ધરપકડ 
  • લોન પાસ કરાવવાને નામે ઠગાઈ કરતા 
  • સસ્તી લોનની ઓફરમાં અનેક લૂંટાયા 

'ઓછા વ્યાજે લોન મળશે, કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી, એક દિવસમાં લોન, સીબીલ સ્કોર ઓછો હોય તો પણ અમે લોન આપીશું, તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમને સમૃદ્ધ બનાવીશું.' આજકાલ માર્કેટમાં આવી કોઈ વાત કરે તો તમે સાવધાન રહેજો. કારણે ઓનલાઈન આવી વાતો કરીને ઠગાઈ કરનારા બહુ લોકો ફરી રહ્યાં છે. જામનગરમાં ખાનગી બેંકના નામે ફોન કરી ઓછો સિબિલ સ્કોર હોવા છતાં પણ ગ્રાહકોને લોન આપવાના બહાને છેતરપિંડી કરતા બંટી-બબલીને સાઇબર ક્રાઇમ પોલીસે પકડી પાડ્યા છે. સોશિયલ મીડિયામાં અલગ-અલગ પેજ બનાવી જાહેરાત આપી આ શખ્સો કૌભાંડ આચરતા હોવાની વિગતો સામે આવી છે.  ફલ્લા ગામની જાનકી ધમસાણીયા અને સુરતના વિરલ સિધ્ધપુરા આ બન્ને શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

લોન પ્રોસેસિંગ ચાર્જ પેટે રૂપિયાની છેતરપિંડી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જયપુર બેન્કના નામે સોશિયલ મીડિયામાં અલગ-અલગ પેજ પરથી જામનગર જિલ્લાના અમુક નાગરિકોને લોન અપાવી દેવાની જાહેરાતો મળવા લાગી હતી. ઓછા સિબિલ સ્કોર હોવા છતાં સસ્તા વ્યાજ દર લોન અપાવી દેવાના બહાને આધાર કાર્ડ અને પાનકાર્ડ મેળવી લોન પ્રોસેસિંગ ચાર્જ પેટે રૂપિયાની છેતરપિંડી આચરવાની શરૂઆત થઈ હતી.

21 વર્ષિય યુવતી અને સુરતના હીરા ઘસુને પોલીસે ઝડપ્યો
આવી જ એક ફરિયાદ જામનગર સાઈબર ક્રાઇમ પોલીસને મળી હતી. જેના અનુસંધાને પોલીસ દ્વારા વિશેષ ટેકનિકલ એનાલિસિસ તથા બેન્ક સ્ટેટમેન્ટ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીનું લોકેશન જામનગર જિલ્લાના ફલ્લા ગામ તથા અન્યનું લોકેશન રાજકોટ તરફ આવ્યું હતું. જેને લઈને સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ફલ્લા ગામેથી જાનકી ઉર્ફે ઇશિકા રવજીભાઈ ધમસાણીયા નામની 21 વર્ષની યુવતી અને રાજકોટમાં રહેતા મૂળ સુરતના હીરા ઘસવાનું વ્યવસાય કરતા વિરલ શ્રેયાસ જગદીશભાઈ સિધપુરાને પકડી પાડ્યા હતા. અન્ય બે સભ્યો ફરાર છે. જેને પોલીસે શોધવા તપાસ આરંભી છે.  

સોશિયલ મીડિયા પર જુદા-જુદા પેજ બનાવીને ઠગાઈ કરતા હતા  
જામનગરના શખ્સ સાથે આ બંને એ 719,850 નીછેતરપિંડી કરી હતી. જ્યારે વલસાડ અને રાજકોટ મળીને કુલ અન્ય ચાર નાગરિકો સાથે પણ આ બંને બંટી-બબલી એ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. બંને શખ્સોએ આસામીઓ પાસેથી રૂપિયા અઢી લાખની છેતરપિંડી આચરી હોવાની વિગતો જાણવા મળી છે. આ બંને શખ્સો જયપુર બેંક લિમિટેડ, પ્રગતિ ફાઈનાન્સ, આર્યા સ્મોલ ફાઇનાન્સ અને રાજ ફાઇનાન્સ તેમજ વિકાસ ફાઈનાન્સના નામે જુદા-જુદા પેજ બનાવી સાઇબર ક્રાઇમ આચરતા હોવાની વિગતો સામે આવી છે.  

મોજ-શોખ પૂરા કરવા માટે ઠગાઈનો ખેલ કરતા  
ફલ્લા ગામની યુવતી હજુ અભ્યાસ કરતી હોવાનું અને સુરતનો યુવાન હીરા ઘસતો હોવાની વિગતો સામે આવી છે. બંને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા હતા. પોતાના મોજ-શોખ પૂરા કરવા માટે અને કોઈને ખબર ન પડે તે રીતે પૈસાદાર બની જવાની મહેચ્છાથી બંટી-બબલીએ સોશિયલ મીડિયાના સહારે આર્થિક કૌભાંડ આચર્યું હોવાની વિગતો સામે આવી છે.

કેટલા લોકો લૂંટાયા તેની તપાસ શરૂ
પોલીસના હાથે આરોપીઓ આવતા પોલિસ ઉડાણપુર્વકની તપાસ આંરભી છે. જેમાં કેટલા લોકોને ભોગ બનાવ્યા છે. કુલ કેટલા રૂપિયાની છેતરપીંડી કરી છે. કેટલા લોકો સંડાવેલ છે અને કેટલા સમયથી આ પ્રવૃત્તિ ગેંગ દ્વારા કરવામાં આવે છે. તમામ સવાલોનો જવાબ મેળવવા માટે પોલીસ પુછપરછ શરૂ કરી છે. આ તમામ સવાલના જવાબ આગામી દિવસમાં સામે આવશે.


 

સંકળાયેલા મુદ્દાઓ

gujarat jamnagar ગુજરાત જામનગર jamnagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ