Online fraud: A young man from Ahmedabad got 5 soaps out of a box instead of a phone worth Rs 15,000 online
મામુ બનાવ્યા /
અમદાવાદના યુવકે ઓનલાઇન મોબાઇલ મંગાવ્યો, પણ ફોનની જગ્યાએ નીકળ્યું એવું કે નાહી લેવાનો આવ્યો વારો
Team VTV05:23 PM, 25 Feb 22
| Updated: 05:28 PM, 25 Feb 22
15,000ની કિંમતના ફોનના બદલે બોક્સમાંથી 5 સાબુ નિકળ્યા, ભોગ બનનારે પોલીસ ફરિયાદ કરતા ધક્કા ખાવાની આવી નોબત,ગ્રાહક કોર્ટમાં કરી ફરિયાદ
ઓનલાઇન ખરીદી કરતા લોકો સાવધાન
ઓનલાઇન મોબાઇલ મંગાવવો પડ્યો ભારે
15,000ના મોબાઇલની જગ્યાએ સાબુ નિકળ્યો
કોરોના મહામારીમાં ઓનલાઈન શોપીગનો ક્રેઝ વધ્યો છે.ત્યારે હવે નાગરિકો ઈલેક્ટ્રીકલ કે ઘર વખરી ખરીદી માટેનો આગ્રહ ઓનલાઈન સાથે કરતા હોય છે.પરતું ઓનલાઈન ખરીદી સાથે સાથે છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ એક ઑનલાઇન ફ્રોડનો બનાવ સામે આવ્યો છે. યુવકે ઓનલાઇન ફોન મંગાવતા પાર્સલમાંથી સાબુ નીકળ્યા છે.
15,000ની કિંમતના ફોનના બદલે બોક્સમાંથી 5 સાબુ નિકળ્યા
અમદવાદમાં નારણપુરામાં વસતા હર્ષિલ શાહે ઓનલાઈન મોબાઈલની ખરીડી કરવા માટે અનેક ઓફર જોઈ પરતું હર્ષલે તો રેડમી ફોન લેવા માટે મન બનાવ્યું.જેમાં તેણે રેડ્મી ફોન માટેની mi સાઈટ પર ઓનલાઈન એપ્લાય કરીને અને ઓનલાઈન પેમેન્ટ ૧૧ ફેબુઆરીએ કર્યું.અને ઓનલાઈન એપ્લાય કરતા ૧૩ ફેબુઆરીએ રેડ્મીનો ડીલેવરી બોય ઘરે ફોન આપીને ગયો.ત્યારે બાદ હર્ષિલે કવર ખોલતા મોબાઈલના બદલે પાચ લક્ષના શોપ પધરાવી દીધા.
ગ્રાહક સુરક્ષા મારફત ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી
સમગ્ર મામલે હર્ષિલે પોલીસ ક્રેસ પણ કર્યો.પરતું ગ્રાહક ફોરમમાં દાખલ કરવાનું સૂચન કર્યું રેડમીના મોબાઈલના સ્થાને સાબુ મળતા હર્ષિલે ગ્રાહક સુરક્ષાના દ્વાર ખખડાવીને ફરિયાદ પણ દાખલ કરી.જો કે ફરિયાદ મળતા ગ્રાહક સુરક્ષા અને પગલાસમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, સેકડો ઓનલાઈનની છેતરપીંડીની ફરિયાદો ગ્રાહક સુરક્ષાને મળે છે.એમાં એવું પણ નથી કે કોઈ નામચીન એપમાં પણ ખરીદી કરતા ગ્રાહકો સાથે છેતરપિંડી થયાની ફરિયાદ મળે છે.ત્યારે બાદ ગ્રાહક કોર્ટ દ્વારા ન્યાય મળ્યાના દાખલા જોવા મળ્યા છે.
ઓનલાઈન ખરીદીમાં ગ્રાહકો સાથે થઇ રહી છે છેતરપિંડી
આમ તો મોબાઈલ સ્થાને સાબુ કેસ પોલીસે ગ્રાહક સુરક્ષામાં કરવા માટેનું કહેવાયું છે.પરતું જો પોલીસ સાયબર ક્રાઈમના આધારે મોબાઈલના આઈપીએડ્રેસના આધારે ઝડપથી મળી જાય. પરતું ગ્રાહક કોર્ટમાં છેતરપિંડીનો ભોગ બનનારને મોકલવામાં આવ્યા છે.વધતા જતા ઓનલાઈન વસ્તુ છેતરપીંડી અગે હવે ગ્રાહકોએ પણ ઓનલાઈન વસ્તુની ખરીદી સાથે ડીલીવરી બોય સામે ખીલવી જોઈએ, તેમજ વિડીઓ રેકોર્ડિગ કરવું જોઈએ, જેથી ગ્રાહકો સાથે થયેલી છેતરપિંડીનો પુરાવો રહે જેના આધરે મોટી મોટી કપની સામે પણ પગલા લેવામા આવે.