લ્યો હવે ડ્રોન કરશે ફૂડ ડિલિવરી, Zomatoએ ટેક ઇગલને કરી પોતાને હસ્તક

By : admin 02:43 PM, 06 December 2018 | Updated : 04:15 PM, 06 December 2018
ન્યૂ દિલ્હીઃ ફૂડ ડિલિવરી કરનારી કંપની Zomatoએ લખનઉ બેસ્ડ કંપની Tech Eagleને ખરીદી લીધેલ છે. ટેક ઇગલ એક સ્ટાર્ટઅપ કંપની છે અને છેલ્લાં કેટલાંક વર્ષથી તે ડ્રોન બનાવવાની કામગીરી કરી રહેલ છે. જો કે જોમૈટોએ આ કંપનીને કેટલાં રૂપિયામાં ખરીદેલ છે તેનાં વિષે હાલમાં કોઇ જ જાણકારી નથી મળતી.

જણાવવામાં આવી રહેલ છે કે આનાંથી જોમૈટો ભારતમાં ફૂડ ડિલિવર કરવાનાં આઇડીયામાં જબરદસ્ત ફેરફાર કરવા જઇ રહેલ છે. જોમૈટોએ કહ્યું કે, આ અધિગ્રહણથી કંપની દેશમાં મલ્ટી રોટર ડ્રોનથી ફૂડ ડિલિવરી શરૂ કરશે. આ એક ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહેલ છે.

વર્ષ 2015માં વિક્રમ સિંહ મીણા દ્વારા શરૂ કરવામાં આવેલ ટેક ઇગલ કંપની વધારે સમયથી એરિયલ અનમૈન્ડ વ્હીકલ બનાવવાનું કામ કરી રહેલ છે અને આનું પ્રાઇમ ફોકસ કસ્ટમ મેડ ડ્રોન્સ બનાવવા પર હોય છે કે જે 5 કિ.ગ્રા સુધીનાં ભારને પણ એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચાડી શકે છે.

જોમૈટોનાં કો-ફાઉન્ડર અને સીઇઓ દીપિંદર ગોયલે કહ્યું કે,"અમારો સૌથી પહેલો ટાર્ગેટ છે કે મલ્ટી-રોટર ડ્રોન્સને ડિઝાઇન કરવું કે જે 5 કિલો સુધીનાં ભારની ડિલિવરી સરળતાથી કરી શકે."

હાલનાં સમયમાં જોમૈટોની 65% રેવન્યૂ ફૂડ ડિલિવરી બિઝનેસથી આવે છે કે જે આ વર્ષે જાન્યુઆરીમાં 35% હતું. કંપનીએ એવો દાવો કર્યો છે કે ઓક્ટોમ્બર 2018માં તેને 2 કરોડથી વધારે ઓર્ડરનાં આંકડાને પણ પાર કરી લીધેલ છે કે જાન્યુઆરીમાં માત્ર 35 લાખ હતો.

આ સાથે જ જોમૈટોએ છેલ્લાં સપ્તાહે એવી જાહેરાત કરી હતી તે આવનારા સપ્તાહમાં ભારતનાં વધુ 30 શહેરોમાં ઓનલાઇન ઓર્ડર અને ફૂડ ડિલિવરી સર્વિસની શરૂઆત કરનાર છે. આવું થયાં બાદ જોમૈટો કુલ 93 શહેરોમાં વર્તમાન હાજરી દાખલ કરાવી લેશે. ત્યાં બીજી બાજુ કંપનીએ એમ કહ્યું કે, તે આ સંખ્યાને જલ્દી વધારીને 100 સુધી પહોંચાડવા પર વિચાર કરી રહેલ છે.

 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story