બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 09:03 AM, 11 February 2021
ADVERTISEMENT
ડ્રાઈવિંગ લાયસન્સ અને ગાડીની સાથે જોડાયેલા અનેક કામ તમે ઓનલાઈન અને આધાર કાર્ડની મદદથી કરી શકશો. ડ્રાઈવિંગ લાયસન્સ હોલ્ડર્સ અને ગાડીના માલિકોને 16 પ્રકારના ઓનલાઈન અને કોન્ટેક્ટલેસ સર્વિસિઝ મેળવવા માટે ફક્ત આધાર ઓથેન્ટિકેશનની જરૂર રહેશે. આ સર્વિસના આધારે તમે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના ઓફિસના ધક્કા ખાવામાંથી મુક્તિ મેળવી શકો છો.
ADVERTISEMENT
ઓનલાઈન સર્વિસમાં મદદ કરશે આધાર ઓથેન્ટિકેશન
જે ઓનલાઈન સર્વિસને માટે આધાર ઓથેન્ટિકેશન જરૂરી રહેશે તેમાં લર્નર લાયસન્સ, ડ્રાઈવિંગ લાયસન્સનું રિન્યૂઅલ, એડ્રેસ અને સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશનમાં ફેરફાર, ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ ઈશ્યૂ કરાવવું, નોટિસ ઓફ ટ્રાન્સફર અને ગાડીની ઓનરશીપ ટ્રાન્સફર કરવા માટે એપ્લીકેશન આપવા જેવી સર્વિસીઝ સામેલ છે.
આધાર ઓથેન્ટિકેશન ન કરાવવા પર ઓનલાઈન સર્વિસની સુવિધા નહીં મળે
રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીના ડ્રાફ્ટના આધારે કોઈ પણ વ્યક્તિના પોર્ટલની મદદથી અલગ અલગ કોન્ટેક્ટલેસ સર્વિસિઝ મેળવવા માટે આધાર ઓથેન્ટિકેશનમાંથી પસાર થવાનું રહે છે. આ ફેરફાર સોશ્યલ વેલફેર, ઈનોવેશન અને નોલેજ રૂલ્સના આધારિત પ્રસ્તાવ છે. મિનિસ્ટ્રી ઓફિસરે કહ્યું કે જે લોકો આધારનું ઓથેન્ટિકેશન કરવા ઈચ્છતા નથી તેમને આ સર્વિસનો લાભ લેવા માટે વ્યક્તિગત રીતે ટ્રાન્સપોર્ટ ઓફિસ જવાનું રહે છે.
સરકારને આ કેસમાં મળશે મોટી મદદ
આ વોલેન્ટરી આધાર ઓથેન્ટિકેશન નકલી ડોક્યૂમેન્ટસ સિસ્ટમને બહાર કાઢવા માટે અને એકથી વદારે ડ્રાઈવિંગ લાયસન્સ રાખનારા માટે ઈન્ડીવિઝ્યુઅલની ઓળખ કરવામાં મદદ કરશે. એક ઓફિસરે કહ્યું કે આ જોતાં લોકો વધારે ને વધારે કોન્ટેક્ટ લેસ કે ઓનલાઈન સર્વિસને પ્રાધાન્ય આપી રહ્યા છે. એવામાં તેના પોપ્યુલર થવાની આશા છે. રાજ્ય સરકારોથી લોકોની વચ્ચે આ ઈનિશિએટિવને પોપ્યુલર કરવાનું કહેવાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.