બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / onion can be expensive in the festive season says report

ભાવ વધારો / તહેવારની સિઝનમાં ડુંગળી રડાવશે, ભાવમાં 100 ટકાનો વધારો આવી શકે

Dharmishtha

Last Updated: 08:42 AM, 11 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસાને કારણે પાકમાં મોડું થતા આ વર્ષે તહેવારમાં ડુંગળીના ભાવ તમને રડાવી શકે છે.

  • તહેવારમાં ડુંગળીના ભાવ તમને હેરાન કરી શકે
  • અનિશ્ચિત વરસાદના કારણે નવા પાકને આવવામાં મોડું થયું
  • ડુંગળીની આવકમાં 2-3 અઠવાડિયાનું મોડું થઈ શકે 

તહેવારમાં ડુંગળીના ભાવ તમને હેરાન કરી શકે

અનિશ્ચિત વરસાદના કારણે નવા પાકને આવવામાં મોડું થયું છે. જેથી આ વર્ષે તહેવારમાં ડુંગળીના ભાવ તમને હેરાન કરી શકે છે. ક્રિસિલના તાજા રિપોર્ટ મુજબ ખરીફની આવકમાં મોડું અને ચક્રવાત તૌક્તેના કારણે બફર સ્ટોકમાં હાજર ડુંગળીના વધારે દિવસ સુધી સુરક્ષિત  રહેવાના કારણે તેની કિંમતમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં વધારો થઈ શકે છે.

 કિંમતો 30 રુપિયા પ્રતિ કિલોને પાર થઈ શકે 

રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રમાં વાવણીમાં આવનારી સમસ્યાઓના કારણે ખરીફ 2021 માટે કિંમતો 30 રુપિયા પ્રતિ કિલોને પાર થઈ શકે છે. જો કે આ ખરીફ 2020ના ઉચ્ચ આધારના કારણે વર્ષના આધાર પર થોડી ઓછી(1-5 ટકા) રહેશે.

ડુંગળીની આવકમાં 2-3 અઠવાડિયાનું મોડું થઈ શકે 

રિપોર્ટ મુજબ ગત વર્ષ પણ  આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ડુંગળીની કિંમત 2018 કરતા બે ગણી થઈ હતી. આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં  75 ટકાથી વધારે ખરીફ ડુંગળીનું પ્રોડક્શન થાય છે.  વરસાદની અનિશ્ચિતતાના કારણે ઓક્ટોબરના અંત અથવા નવેમ્બરની શરુઆત સુધી બજારમાં ખરીફ ડુંગળીની આવકમાં 2-3 અઠવાડિયાનું મોડું થઈ શકે છે. આની કિંમતો પર અસર પડી શકે છે.

ઉત્પાદન 3 ટકા વધારો આવી શકે 

ક્રિસિલના કહેવા પ્રમાણે પાક માટે સૌથી મહત્વના ઓગસ્ટ મહિનામાં વરસાદની સ્થિતિમાં કોઈ ફેરફાર ન થવા છતાં તેના ઉત્પાદન 3 ટકા વધારો આવી શકે છે.  આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ડુંગળીના પાકમાં મોડું થવા છતાં વાવણી ક્ષેત્રનો વધારો, બફર સ્ટોક અને નિકાસ પર પ્રતિબધથી કિંમતોમાં સામાન્ય ઘટાડાની આશા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Onion festive season report ડુંગળી તહેવારો ભાવ Onion
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ